કાશ્મીરમાં મેહબુબાના મત વિસ્તારમાં 40 બૂથ પર એક પણ મત ન પડયો


શ્રીનગર, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તીના ગૃહ મત વિસ્તાર ગણાતા બીજબેહરામાં બહુ જ ઓછુ મતદાન થયું હતું. અહીં અનંતનાગ લોકસભાની બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. જોકે ૪૦ બૂથ એવા હતા કે જ્યાં ૦ ટકા મતદાન થયું હતું. અનંતનાગમાં કુલ ૭૧૪ મતદાન મથકો તૈયાર કરાયા હતા, જેમાં સૌથી ઓછુ મતદાન બીજબેહરામાં થયું હતું અહીંના ૪૦ બૂથો પર કોઇ મત આપવા જ નહોતુ આવ્યું. અનંતનાગમાં વિધાનસભાની કુલ ૧૬ બેઠકો આવેલી છે. જેને ત્રણ ભાગમાં વહેચીને મતદાન કરવામાં આવી રહ્યું છે. 

પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું જ્યારે હવે બાકીના બે તબક્કા ૨૯મી એપ્રીલ અને ૬ મેના રોજ યોજાશે. પુલવામામાં આતંકી હુમલામા ૪૦ જવાનો શહીદ થયા હતા, જે બાદ અહીં અનેક વિસ્તારોમાં હિંસક દેખાવો થયા હતા અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પહેલા બારામુલ્લામાં ૧૭ મથકો પર ઝીરો ટકા મતદાન થયું હતું. જ્યારે શ્રીનગરમાં ૯૦ બૂથ પર ઝીરો ટકા વોટિંગ થયું હતું. જે દર્શાવે છે કે આ ચૂંટણીમાં લોકોએ બહુ જ ઓછો રસ દાખવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KYUEWE
via Latest Gujarati News

Post a Comment

0 Comments