સેટેલાઇટની વિરાજ વિહાર-૫ સોસાયટીની મહિલા ગુ્રપે યેલ્લો કલરના ડ્રેસકોડ સાથે એક સાથે ૪૦ બહેનોએ વોટિંગ કર્યું. આ અંગે વાત કરતા ગુ્રપના નેહાબેન ઠક્કરે કહ્યું કે, અમે દરેક પ્રસંગે અમારી સોસાયટીનું લેડીઝ ગુ્રપ ઉત્સવ પ્રમાણે તૈયારીઓ કરે છે અને દરેક ઉત્સવ એક સાથે જ ઉજવે છે. ચૂંટણી એ પણ આપણા માટે કોઇ ઉત્સવથી ઓછો નથી તે માટે અમે આ દિવસ માટે પણ એક અઠવાડિયાથી તૈયારી કરી હતી, જેમાં ઘરના બધાજ કામ પડતા મૂકી પહેલાં વોટ આપવા જવાની પ્રતિજ્ઞાા લીધી હતી આ ઉપરાંત જે લોકો શારીરિક સમસ્યા કે ઉંમરના કારણે જે લોકો મત આપવા નથી જઇ શકતા તેઓને બૂથ સુધી કેવી રીતે લઇ જવા તેની તૈયારી કરી હતી. સોસાયટીમાં જેની પાસે ગાડી હતી તેઓ મોટી ઉંમરના તમામ દાદા-દાદીને વોટ આપવા લઇ ગયા જેથી કરીને એકપણ વોટ વ્યય ન જાય.
આશાવરી, સેટેલાઈટ
સેટેલાઈટ વિસ્તારની આશાવરી સોસાયટીની બહેનોએ રેડ અને બ્લુ અને ભાઈઓએ વ્હાઈટ અને બ્લુના કોમ્બિનેશનવાળા ડ્રેસકોડ સાથે મતદાન કર્યું હતું.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DtHXNb
via Latest Gujarati News
0 Comments