મુંબઇ, તા. 27 એપ્રિલ 2019, શનિવાર
એક ૫૮ વર્ષીય સુથારના મળાશય (ગુદામાર્ગ)માં ૪૮ કલાક કરતાં પણ અધિક સમયથી રહેલા લગભગ આઠ ઇંચની લંબાઇના સ્ક્રૂ ડ્રાઇવરને સુરક્ષિત પણે ડોક્ટરોએ બહાર કાઢયું હતું. વિચિત્ર કહી શકાય તેવી આ ઘટના બનવાનું કારણ એ હતું કે સુથારે હેમોરોઇડઝ (પાઇલ્સ-હરસ) પર દવા લગાવવા સ્ક્રૂ ડ્રાઇવરનો ઉપયોગ કર્યો હતો.
ઓળખ નહીં આપવા માગતા સુથારને તાજેતરમાં હરસની (ગુદામાર્ગની માંસપેશીના સોજાની) તકલીફ થઇ હતી. તેણે જણાવ્યું હતું કે મુલુંડમાં હું કામકાજ કરું છું તે કન્સ્ટ્રક્શન સાઇટ નજીકના એક ડોક્ટરે હરસની તકલીફવાળા ભાગમાં ઝાયલોકેઇન જેલ લગાવવા જણાવ્યું હતું. સુથાર હોવાને કારણે મને સ્ક્રૂડ્રાઇવર દ્વારા આ દવા લગાવવાનું સૂઝ્યું હતું.
જો કે, આ જેલ સાથે તે લગાવવા પ્લાસ્ટિકનું એપ્લીકેટર પણ હોય છે. ગયા બુધવારે રાતે સુથાર સ્ક્રૂડ્રાઇવર વડે જેલ લગાવી સૂઇ ગયો હતો.
બીજે દિવસે સવારે તે જાગ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સ્ક્રૂડ્રાઇવર ગુદામાર્ગમાં સરકી ગયું હતું. પરંતુ શરમને કારણે તેણે કોઇની સહાય લીધી ન હતી એમ ગ્લોબલ હોસ્પિટલ, પરેલની બલડોટા ઇન્સ્ટિટયુટ ઓફ ડાયજેસ્ટિવ સાયન્સીઝના ગ્રેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ ડો. ગૈરવ પાટિલે જણાવ્યું હતું.
છેવટે શુક્રવારે અસહ્ય પીડી થતા સુથાર સ્થાનિક ડોક્ટરો પાસે ગયો હતો. ઓપરેશન વગર આ તકલીફના ઇલાજ માટે તેને ગ્લોબલ હોસ્પિટલમાં જવાની સલાહ અપાઇ હતી. ડો. પાટિલે કહ્યું હતું કે ગુદામાર્ગમાં ૪૮ કલાકથી પણ વધુ સમય રહેલા સ્ક્રૂડ્રાઇવરને અમે શસ્ત્રક્રિયા વગર દસ મિનિટમાં બહાર કાઢયું હતું. પણ સ્ક્રૂડ્રાઇવર બહાર કાઢતી વખતે તેની તીક્ષ્ણ ધાર આંતરડાને હાનિ ન પહોંચાડે તે અમારા માટે એક પડકાર હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IO7UeA
via Latest Gujarati News
0 Comments