થાણે રેલવે સ્ટેશને મહિલાએ બાળકને જન્મ આપ્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 27 એપ્રિલ 2019, શનિવાર

કોંકણકન્યા એક્સપ્રેસમાં શનિવારે મુસાફરી કરી રહેલી ૨૦ વર્ષની યુવતીએ થાણે સ્ટેશન પર બાળકને જન્મ આપ્યો હતો.

પૂજા ચૌહાણે જણાવ્યું હતું કે મુસાફરી દરમિયાન વહેલી સવારે ૫.૪૦ વાગ્યે મહિલાને પ્રસુતિનો દુખાવો થઈ રહ્યો હતો. ત્યારે ટ્રેન મુંબઈથી ઘણી દૂર હતી.

ટ્રેનને થાણે સ્ટેશન પર ઉભી રાખવામાં આવી હત અને સ્ટેશન અધિકારી તેમ જ વન રૂપી કલિનીકની મેડિકલ ટીમની  ડોક્ટર ઓમકાર અને નર્સ પૂજાએ મહિલાની પ્રસુતિ કરાવી હતી.

વન રૂપી કલિનીકના ડોક્ટરે જણાવ્યું હતું કે કર્મચારીઓ દરદી પાસે ગયા હતા અને બાળકનું માથુ પહેલેથી જ બહાર આવી ગયું હતું. તાત્કાલિક તેને સ્ટ્રેચર પર કલિનીકમાં લઈ ગયા હતા. જ્યારે તેની પ્રસુતિ કરાવામાં આવી હતી. બન્ને માતા અને બાળકની પ્રકૃતિ સારી છે. પ્રસુતિ બાદ મહિલા અને બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.

વન રૂપી કલીનીકમાં આ સાતમી અને થાણેમાં આ ચોથી પ્રસુતિ કરાવામાં આવી છે એવી માહિતી ડોક્ટરે આપી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J8gd4D
via Latest Gujarati News

Post a Comment

0 Comments