મુંબઈ,તા. 03 એપ્રિલ, 2019, બુધવાર
લગભગ ત્રણ મહિના સુધી શાંત રહ્યા બાદ વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં અચાનક ઉછાળો આવતા ૧૬૦ અબજ ડોલરની આ ડિજિટલ માર્કેટ ફરી એકવાર હલચલ શરૂ થઈ છે. બિટકોઈનનો ભાવ છેલ્લા બે દિવસમાં વધીને ૫૦૦૦ ડોલરને પાર કરી ગયા છે જે નવેમ્બર ૨૦૧૮ બાદની સૌથી ઊંચી સપાટી છે.
ભાવ વધતા બિટકોઈનની માર્કેટ કેપ વધીને ૮૭.૪૬ અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. ગયા વર્ષે ૭૪ ટકાના ગાબડા બાદ રોકાણકારો બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સી સંબંધમાં જોગૃત થઈ ગયા છે.
વિશ્વની અન્ય બજારોની સરખામણીએ ક્રિપ્ટોકરન્સી બજાર ઘણી જ નાની છે. આમછતાં બિટકોઈનમાં આવેલા અચાનક ઉછાળા પ્રત્યે એનાલિસ્ટોને આશ્ચર્ય થયું છે. શોર્ટ કવરિંગને કારણે પણ આ ઉછાળો આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
૧લી એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલના દિવસે એવા અહેવાલો વહેતા થયા હતા કે અમેરિકાની સિક્યુરિટીઝ અને એકસચેન્જ કમિશને બિટકોઈન-એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસને મંજુરી આપી છે. આ અહેવાલને પગલે પણ બિટકોઈનમાં ઉછાળો આવ્યો હોવો જોઈએ. જો કે આ અહેવાલને બજારના વર્તુળો એપ્રિલ ફૂલ જ માની રહ્યા છે. ૨૦૧૭ના વર્ષમાં બિટકોઈને ૧૪૦૦ ટકા વળતર પૂરું પાડયું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TT3u7B
via Latest Gujarati News
0 Comments