નવી દિલ્હી, તા. 03 એપ્રિલ, 2019, બુધવાર
વેપાર તંગદિલી અને બ્રેકઝિટ મુદ્દાને કારણે એશિયા ડેવલપમેન્ટ બેન્કે ૨૦૧૯ માટેના ભારત તથા દક્ષિણપૂર્વ એશિયાના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. ભારતનો આર્થિક વિકાસ દર જે ડિસેમ્બરમાં ૭.૬૦ ટકા રહેવાની ધારણાં મુકાઈ હતી તે ઘટાડીને ૭.૨૦ ટકા કરાઈ છે અને સાઉથઈસ્ટ એશિયા માટેનો આ દર ૪.૯૦ ટકા મુકાયો હોવાનું બેન્કના એક રિપોર્ટમાં જણાવાયું છે.
અમેરિકા તથા ચીન વચ્ચેના વેપાર વિવાદને પગલે ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો જોવા મળી શકે છે અને યુરોપમાંથી બ્રિટન અલગ થવાની શકયતા તથા નાણાં બજારોની વોલેટિલિટી વધારાના જોખમો ધરાવે છે.
અમેરિકાની રાજકોષિય નીતિમાંથી વિવિધ અનિશ્ચિતતાઓ ડોકિયા કરી રહી છે અને બ્રેકઝિટને કારણે ઊભી થનારી સૂચિત અવ્યવસ્થાની અસરથી વિકસિક દેશોનો વિકાસ દર અપેક્ષા કરતા નીચો રહી શકે છે એમ પણ બેન્કના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે.
બેન્કે ચીનનો ૨૦૧૯ માટેનો આર્થિક વિકાસ દર ૬.૩૦ ટકા મૂકયો છે અને ૨૦૨૦ માટેનો દર ૬.૧૦ ટકા રહેવાનો અંદાજ છે. અમેરિકામાં વ્યાજ દરમાં જોરદાર વધારો થવાની અપેક્ષા હાલમાં મંદ પડી છે, તેમ છતાં નીતિવિષયકોએ હાલના અનિશ્ચિત સમયમાં સાવધ રહેવાની જરૂર હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
વિકાસસિલ એશિયામાં મોટા આર્થિક અવરોધોને પરિણામે આ વર્ષે રિટેલ ફુગાવો અગાઉના અંદાજ કરતા નીચો રહેશે. ડોલર ડેબ્ટ પર આધાર રાખતા દેશો માટે વિનિમયના દરમાં વોલેટિલિટી સમશ્યારૂપ બની શકે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YHZgDn
via Latest Gujarati News
0 Comments