સોશિયલ મીડિયામાંથી 500 કરતાં વધુ વાંધાજનક પોસ્ટ હટાવાઈ : ચૂંટણી પંચ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર

ચૂંટણી પંચે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં ૫૦૦ કરતા વધુ વાંધાજનક પોસ્ટ ફરતી હતી, તેને હટાવી દેવામાં આવી છે. ઉશ્કેરણીજનક સામગ્રી કે જાહેરાતોના સ્વરૃપે જે સામગ્રી હતી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ચૂંટણી પંચના આદેશ પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી ૫૦૦ કરતા વધુ પોસ્ટ ડિલિટ કરાઈ હતી. ઉશ્કેરણીજનક, વાંધાજનક કે ફેક સમાચારની કેટેગરીમાં આવતી આવી તમામ પોસ્ટ ચૂંટણી પંચના આદેશ પછી ફેસબુક, ટ્વિટર, વોટ્સએપે હટાવી દીધી હતી.

ફેસબુકમાંથી ૪૬૮ પોસ્ટ હટાવાઈ હતી. તો ટ્વિટરે બે વાંધાજનક ફેક એકાઉન્ટ ડિલિટ કર્યા હતા અને ૩૯ પોસ્ટ સામે પગલાં ભરવાની તજવીજ હાથ ધરી હતી. એ જ રીતે વોટ્સએપમાં ફરતી જૂઠ્ઠી માહિતી પણ વોટ્સએપ પ્લેટફોર્મ ઉપરથી હટાવાઈ હતી.

ઈલેક્શન કમિશને જણાવ્યું હતું કે એક પોસ્ટ કર્ણાટકની, બે આસામની અને ૩૨ જાહેરાતો તેલંગણાની હટાવી દેવામાં આવી હતી. સાત પોસ્ટ સામે રીપોર્ટ કરવામાં આવ્યો હતો અને એની સામે પગલાં ભરાશે.

ઉત્તર પ્રદેશનું સીઈઓ યુપી નામનું એક ટ્વિટર એકાઉન્ટ ડિલિટ થયું હતું, જેના માધ્યમથી ચૂંટણીલક્ષી જૂઠાણાં ચલાવાતા હતા. 

જ્ઞાાતિગત અને કોમી લાગણી ભડકાવે એવી પોસ્ટ યુપીમાં વાયરલ થઈ હતી, તેની વિરૃદ્ધ પણ તાકીદે પગલાં ભરાયા હતા.

આ કાર્યવાહી ૯મી એપ્રિલથી લઈને ૧૦મી એપ્રિલ દરમિયાન કરવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું હતું કે આગામી દિવસોમાં ચૂંટણીના વિવિધ તબક્કા શરૃ થશે, એ દરમિયાન આવી વાંધાજનક સામગ્રી ઉપર ખાસ નજર રહેશે અને તેને તુરંત હટાવી દેવાનો આદેશ પણ સોશિયલ મીડિયા કંપનીઓને આપવામાં આવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VC1WQQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments