ગજબ છે આ ગામ! અહીં જન્મનાર જાય છે સેનામાં, દરેક ઘરમાં છે એક સરકારી નોકર

કૈથલ/હરિયાણા, તા. 29 ઓગસ્ટ 2018, સોમવાર

હરિયાણાના કૈથલ જિલ્લાના મુખ્યાલયથી આશરે 28 કિમી દૂર આવેલા ગુલિયાણા ગામના યુવાનોએ સરકારી નોકરીનો રસ્તો એ રીતે પકડી લીધો છે કે આસપાસના ગામના લોકો પણ એમની પાસેથી પ્રેરણા લેવા લાગ્યા છે. 

છેલ્લાં 6 વર્ષમાં ગામના આશરે 250થી વધારે યુવાનોએ સરકારી નોકરી મેળવી છે. આ ગામમાં જ્યારે ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારે યુવાવર્ગે પણ એક શરત મુકી કે ગામમાં દારૂનું વેચાણ નહી થાય. બધા ગ્રામજનોએ એમની શરત માન્ય રાખી.


નિર્ણય લેવાયો કે કોઈ પોતાના ઘરમાં બેસીને દારૂ પીવા ઇચ્છે તો પી શકે પણ પીને ધમાલ નહી કરે. ગામમાં દારૂ વેચાશે નહીં અને બે બોટલથી વધારે કોઈ સાથે રાખી નહીં શકે.

શરૂઆતમાં ડઝનેક લોકોએ દંડના 11 હજાર રૂપિયા ભર્યા. હવે પરિણામ એ આવ્યું છે કે ગામમાં દારૂ નથી વેચાતો. આ સાથે જ સેનામાં કામ કરતાં યુવાનોએ બેરોજગાર યુવાનોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું.


કોઈપણ સરકારી મદદ વિના ગામની ખાલી પડેલી જમીનમાં 24 કલાક, દરેક સિઝનમાં સવાર, સાંજ, રાતે અને બપોરે યુવાનોને ભરતી માટેની આકરી ટ્રેનિંગ આપવામાં આવે છે. લાકડીઓથી દંડ બેઠક કરવાના જુગાડ સહિત દેસી રીતે તૈયાર કરેલા ટ્રેક પર 300થી વધારે યુવાનો પરસેવો પાડે છે. 

ટ્રેનિંગ અભિયાન સાથે જોડાયેલા મજેંન્દ્ર સિંહ અને આનંદ રાશિવ કહે છે કે 6 વર્ષમાં 250થી વધારે યુવકોને ભારતીય સેના, એરફોર્સ અને નેવી, બીએસએફ, હરિયાણા, દિલ્હી અને ચંદિગઢ પોલીસ સહિત ઘણાં વિભાગોમાં નોકરી મળી છે. આ ગામમાં રહેતાં 1200 પરિવારોમાંથી 700થી વધારે ઘરોમાં સરકારી નોકર છે. 


હવે યુવા ક્લબ અને જયહિંદ ક્લબ બનાવીને પ્રતિયોગી પરીક્ષાની તૈયારીમાં મદદ કરવામાં આવે છે. સ્થિતિ એવી છે કે હવે એવી કોઈ ભર્તી નથી જેમાં ગામના યુવાનોનું સિલેક્શન ના થતું હોય.

હવે યુવાવર્ગની માગણી છે જો તેઓ પોતાની રીતે મહેનત કરીને સારી નોકરીઓ મેળવી શકતાં હોય તો જો અહીં સ્ટેડિયમ બની જાય તો સફળતાનો દર હજી વધી જશે. ઘણાં નેતાઓ આ માટેની જાહેરાતો કરી ચૂક્યાં છે પણ હજી આ બધી માત્ર વાતો જ છે.


આ છે ગામે સર્વસંમતિથી લીધેલા નિર્ણય

- લગ્નમાં ડીજે પર પ્રતિબંધ, ડીજે વગાડવા પર 11000 રૂપિયાનો દંડ.
- ગામની હદમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ, કોઈ દારૂની 2 બોટલથી વધારે બોટલ નથી રાખી શકતું. દારૂ વેચનારને પણ 11,000 રૂપિયાનો દંડ.
- ગામમાં લાઉડ સ્પીકર કે કોઈપણ માધ્યમથી મોટા અવાજે ગીતો વગાડનારને 2100 રૂપિયા દંડ.
- મ્યૂઝિક સિસ્ટમ લગાવીને ઊંચા અવાજે સામાન વેચનારા ફેરીયાને પહેલીવાર છુટ પણ બીજીવાર 2100 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.

આવા નિર્ણયને લીધે યુવાવર્ગનું ધ્યાન નોકરીઓ તરફ વધ્યું છે. ગામમાં દારૂ પીને થતાં ઝઘડાં બંધ થઈ ગયા છે. નાના-નાના ઝઘડાં તો ગામમાં જ ઉકેલાઈ જાય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G5t5VS
via Latest Gujarati News

Post a Comment

0 Comments