વર્લ્ડ બેન્કની નોકરી છોડી આ મહિલા કરી રહી છે 50 લાખ ભારતીયોની મદદ


નવી દિલ્હી, 24 એપ્રિલ 2019, બુધવાર

વર્લ્ડ બેન્કમાં નોકરી અને ઉજ્જવળ ભવિષ્યની કામના દરેક વ્યક્તિ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાના ધ્યેય અને આત્મસંતોષ માટે આ ઈચ્છાને હસતા મોઢે અલવિદા કહી દેતા હોય છે. આવી જ કહાની છે 50 લાખ ભારતીયોની મદદ કરતી ઋત્વિકા ભટ્ટાચાર્યની. ઋત્વિકા વર્લ્ડ બેન્કની નોકરી છોડી અને 100થી વધારે સાંસદોની દેખરેખ કરી રહી છે જે લોકોની જરૂરીયાતો ને પૂરી કરે છે. 

તેમણે 2009માં સ્વાનીતિ ઈનિશેટિવ નામની એક સંસ્થા શરૂ કરી હતી જેના માધ્યમથી તે 50 લાખથી વધારે લોકોની મદદ કરી રહી છે. પોતાની સંસ્થા શરૂ કરવા માટે તેણે વર્લ્ડ બેન્કની નોકરી હસતા મોઢે છોડી દીધી. તેમણે પોતાનો અભ્યાસ હાવર્ડ યૂનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યો છે. 

ઋત્વિકા કહે છે કે વર્લ્ડ બેન્ક સાથેનો તેનો અનુભવ સારો જ હતો પરંતુ તેનું જીવન સાંસદો વચ્ચે પસાર થયું છે તેમના પિતા પણ રાજકારણમાં સક્રિય છે અને નાનપણથી તે વિચારતી કે નેતાઓ લોકોની મદદનું કાર્ય કેવી રીતે કરે છે. જ્યારે તે પગભર થઈ ત્યારે તેણે સાંસદોને આ કામમાં મદદ કરવાનું નક્કી કર્યું. 

હાલ તે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની, હીના ગાવિત, કમલનાથ, દિનેશ ત્રિવેદી, પૂનમ મહાજન જેવા અને સાંસદોનું કામ જોવે છે. તે સાંસદોના વિકાસ કાર્યોની દેખરેખ કરે છે અને તેમના કામ પૂર્ણ થયા કે કેમ તેનું ધ્યાન પણ રાખે છે. ઋત્વિકા કેરળના વિસ્તારોમાં સાફ પાણી પહોંચાડવા, હિમાચલમાં ચાલતા પ્રોજેક્ટ પર પણ કામ કરે છે.

તેમની સંસ્થા કૃષિ, શિક્ષા, આજીવિકા, નવીકરણીય ઊર્જા, સામાજિક કલ્યાણ, જળ, સ્વાસ્થ્ય અને પોષણ જેવા ક્ષેત્રો પર કામ કરે છે. તે એ વાતનું ધ્યાન રાખે છે કે સરકારી યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે. 



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UBd0wb
via Latest Gujarati News

Post a Comment

0 Comments