કોવિંદને ચૂપ રહેવા બદલ રાષ્ટ્રપતિ પદનુ ઈનામ મળ્યુ, ટિકિટ કપાયા બાદ ઉદિત રાજનો આક્ષેપ


નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર

દિલ્હીની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ ઉદિત રાજને પાર્ટીએ આ વખતે ટિકિટ નહી આપ્યા બાદ નારાજ ઉદિત રાજ આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

તેમણે આજે ભાજપ પર સ્ફોટક આરોપો મુકતા કહ્યુ હતુ કે, આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે છતા મારી ટિકિટ એટલે માટે કાપવામાં આવી છે કે, 2 એપ્રિલ, 2018ના રોજ દલિતો માટેના કાયદાને કમજોર બનાવવાની મોદી સરકારની યોજનાના વિરોધમાં બોલાવાયેલા ભારત બંધને મેં ટેકો આપ્યો હતો.હું ચૂપ રહ્યો હોત તો મારી ટિકિટ કપાઈ ના હોત.ભાજપને ચૂપ રહેનારા દલિત નેતાઓ પસંદ છે.

ઉદિત રાજે કહ્યુ હતુ કે, પાર્ટીમાં ચૂપ રહેવા બદલ ઈનામ મળતુ હોય છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2014માં બાયોડેટા લઈને મારી પાસે આવ્યા હતા અને મને કહ્યુ હતુ કે ભાઈસાહેબ મારુ પણ કંઈક ગોઠવો.ભાજપે 2014માં કોવિંદને ટિકિટ લાયક નહોતા સમજ્યા પણ તેઓ ચૂપ રહ્યા અને તેનુ ઈનામ તેમને શું મળ્યુ તે તમે જોઈ શકો છે.હું ચૂપ રહ્યો હોત તો પાર્ટી મને પણ ઈનામ આપત અને કદાચ ભવિષ્યમાં મને પીએમ પણ બનાવત.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VlonwR
via Latest Gujarati News

Post a Comment

0 Comments