(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.7 એપ્રિલ 2019,રવિવાર
મુંબઈ સહિત દેશભરમાં મતદાન કરનારા ગ્રાહકોને પેટ્રોલ ડિઝલના ભાવમાં ૫૦ પૈસાની છૂટ આપવાની ઘોષણા ઈન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને કરી છે. મતદાનની ટકાવરી વધારવા માટે ચૂંટણી આયોગ દ્વારા અનેક જનજાગૃતિ પૂરક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એવામાં હવે મતદાન કરનારા ગ્રાહકોને સવલત આપી ઑલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન પણ આ ઝુંબેશમાં સહભાગી થયું છે.
મતદાનના દિવસે સવારે આઠથી રાત્રે આઠ દરમ્યાન મતદાનની ફરજ ચૂકવેલ ગ્રાહકો માટે જ આ સુવિધા રહેશે. એ સુવિધા મેળવવા માટે મતદાતાના હાથમાં શ્યાહીની નિશાની હોવી ફરજિયાત રહેશે. અધિકૃત સૂત્રોના જણાવ્યાનુસાર, ૨૦ લિટર સુધીની ઈંધણ પરજ આ છૂટ અપાશે.
તેના કરતાં વધુ ઈંધણ ભરાવનારને છૂટ મળશે નહીં. દેશમાં કુલ ૬૪,૦૦૦ પેટ્રોલપંપ હોઈ ૫૮,૦૦૦ પેટ્રોલિયમ ડિલર્સ છે. અત્યાર સુધીમાં ૯૦ ટકા ડિલર્સે આ સવલત આપવા માટે હોકારો ભણ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I65Q1p
via Latest Gujarati News
0 Comments