નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019 બુધવાર
એક પર્યટક અને તેના ગાઈડ પર સૂતેલા વાઘ પર પથ્થર ફેંકવાના આરોપમાં 51 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ કિસ્સો રાજસ્થાનના રણથંભોર ટાઈગર રિઝર્વનો છે. અહીં મંગળવારે ઝોન-6ના પીલીઘાટ ગેટ પર પર્યટક અને ગાઈડે એક સૂતેલા વાઘને જોયો. વનકર્મચારીએ જણાવ્યુ કેદરમિયાન પર્યટક કેમેરા સાથે જિપ્સીમાં બેસી રહ્યો, જ્યારે ગાઈડે નીચે ઉતરીને વાઘને જગાડવા માટે તેની પર પથ્થર ફેંક્યો.
આ દરેક બાબત પાર્કમાં લાગેલા થર્મલ ઈમેજિંગ કેમેરામાં કેદ થઈ ગઈ. જે વાઘની ગતિવિધિઓને નોટીસ કરવા માટે લગાવવામાં આવે છે. ડિવિઝનલ વન અધિકારી મુકેશ સૈનીએ જણાવ્યુ, પર્યટક અને ગાઈડના ટાઈગર રિઝર્વ નિયમોના ઉલ્લંઘન બાદ અમે તેમને તરત પાર્ક છોડવાનું કહ્યુ અને 51 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો.
વન વિભાગે આની પર કાયદાકીય પગલા લેતા પર્યટકોની સમગ્ર દિવસની સફારી બુકિંગ કેન્સલ કરી દીધી. આ સિવાય પાર્કમાં સફારી માટે ગાઈડની એન્ટ્રી પર પણ રોક લગાવી દીધી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IUvHZF
via Latest Gujarati News
0 Comments