
નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર
પીએમ મોદી સામે વારાણસીથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી લડશે કે કેમ તે મુદ્દા પર છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.
જોકે હવે એવુ કહેવાઈ રહ્યુ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે પીએમ મોદી સામે પ્રિયંકા વારાણસથી ચૂંટણી લડે.કારણકે રાહુલ ગાંધી માને છે કે, મોટા ગજાના વિપક્ષી નેતાઓને હરાવવા માટે પ્રયત્ન કરવો તે લોકશાહી માટે સારી નિશાની નથી.વિરોધી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સંસદમાં હોય તો તેનાથી લોકતંત્ર વધારે મજબૂત બનશે.
કોંગ્રેસના સૂત્રોનુ કહેવુ છે કે, પ્રિયંકા ગાંધી તો હજી પણ વારાણસીથી ચૂંટણી લડવા માટે ઉત્સુક છે.પ્રિયંકાનુ કહેવુ છે કે, મોદી પોતે વિરોધીઓને વ્યક્તિગત રીતે દુશ્મન માને છે એટલે તેમની સામે બનારસમાં ઘેરાબંધી થવી જ જોઈએ.
જોકે આ અંગે આખરી નિર્ણય ગાંધી પરિવાર જ લેશે.એવુ પણ મનાય છેકે, આ મુદ્દે રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી વચ્ચે ચર્ચા થશે અને અંતિમ નિર્ણય સોનિયા ગાંધી કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UyChaC
via Latest Gujarati News
0 Comments