કોલંબો, તા. 24 એપ્રિલ 2019 બુધવાર
શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે હુમલા બાદ શ્રીલંકાએ બુરખા પહેરવા પર પ્રતિબંધનુ આયોજન કરવાના અમલની તૈયારી શરૂ કરી દીધી છે. તપાસમાં શંકાસ્પદ અને અન્ય પુરાવાથી હુમલામાં મોટી સંખ્યામાં મહિલાઓનું સામેલ હોવાના સંકેત મળ્યા છે. રવિવારે થયેલા આ હુમલામાં અત્યાર સુધી 350 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 500 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
મીડિયામાં આવેલા સમાચારમા મંગળવારે એ જાણકારી આપવામાં આવી હતી. ડેલી મિરરના સૂત્રોના અહેવાલ અનુસાર સરકાર મસ્જિદ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને આ પગલા લાગુ કરવાનું આયોજન બનાવી રહી છે. સોમવારે કેટલાક મંત્રીઓએ આ કેસ પર રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેના સાથે વાત કરી.
1990ની શરૂઆત સુધી શ્રીલંકામાં બુરખાનું ચલણ નહોતુ
1990ની શરૂઆતમાં ખાડી યુદ્ધ સુધી શ્રીલંકામાં મુસ્લિમ મહિલાઓની પારંપરિક વેશભૂષામાં બુરખા અને નકાબ ક્યારેય સામેલ થયા નહોતા. ખાડી યુદ્ધના સમયે ચરમપંથી તત્વોએ મુસ્લિમ મહિલાઓ માટે પડદા શરૂ કર્યા. રિપોર્ટ અનુસાર રક્ષા સૂત્રોએ જણાવ્યુ કે ડેમાટાગોડામાં ઘટનાઓમાં સામેલ રહેલી કેટલીક મહિલાઓ પણ બુરખા પહેરીને ભાગી ગઈ. જો શ્રી લંકાએ બુરખા પર પ્રતિબંધ લગાવ્યો તો તે એશિયા, આફ્રિકા અને યુરોપમાં તે દેશોના સમૂહમાં સામેલ થઈ જશે જેમણે આતંકવાદીઓને પોલીસથી બચવા અથવા વિસ્ફોટકોને છુપાવવા માટે બુરખાનો ઉપયોગ કરવાથી રોકવા માટે આવુ કર્યુ.
ચાડ, કેમરૂન, ગાબોન, મોરક્કો, ઑસ્ટ્રિયા, બુલ્ગારિયા, ડેનમાર્ક, ફ્રાન્સ, બેલ્જિયમ અને ઉત્તર પશ્ચિમ ચીનના મુસ્લિમ બહુલ પ્રાંત શિનજિયાંગમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ છે. એશિયા અને યુરોપના વિભિન્ન દેશોમાં બુર્કા વગેરે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UzKfA7
via Latest Gujarati News
0 Comments