
નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર
શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં જેનો હાથ મનાય છે તે સંગઠન નેશનલ તોહિદ જમાત ભારતમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં પણ ઈસ્લામિક સ્ટેટ જેવા શાસનની સ્થાપના કરવા માટે યુવાઓને ઉશ્કેરી રહ્યુ હોવાની સ્ફોટક વિગતો સપાટી પર આવી છે.
નેશનલ તોહિદ જમાતના લીડર મૌલવી જહરાન બિન હાશીમે પોતાના વિડિયોમાં માત્ર શ્રીલંકા નહી પણ કેરલ અને તામિલનાડુના યુવાઓને પણ ઈસ્લામિક સ્ટેટ જેવુ શાસન સ્થાપવા માટે ઉશ્કેરતો હતો.
ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીઓએ 19 ડીસેમ્બર, 2018ના રોજ કોઈમ્બતુર અને ચેન્નાઈમાં કેટલાક સ્થળોએ ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા મનાતા 6 વ્યક્તિઓને ત્યાં દરોડા પાડ્યા હતા.તેમની પાસેથી જહરાન બિન હાશિમનો વિડિયો મળી આવ્યો હતો.આ છ વ્યક્તિઓને કોઈમ્બતુરમાં હિંદુ સંગઠનો પર હુમલો કરવાના કાવતરામાં પકડવામાં આવ્યા હતા.
પકડાયેલા છ વ્યક્તિઓ નિયમિત રીતે હાશિમના ભાષણો સાંભળતા હતા.હાશિમ પોતાના વિડિયોમાં કહેતો હતો કે બહુ જલ્દી કંઈક મોટુ થવાનુ છે.એ તમામ સમુદાયો કે જે શરિયાનુ પાલન નથી કરતા તેમની સામે બહુ મોટી કાર્યવાહી થશે.
કોઈમ્બતુરમાંથી પકડાયેલા વ્યક્તિઓ શ્રીલંકાના કેટલાક વ્યક્તિઓના પણ સંપર્કમાં હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KYUGxJ
via Latest Gujarati News
0 Comments