ચાઈનીઝ એપ્સ પ્રત્યે ગૂગલનું વલણ કડક, વધુ 6 એપ્સ કરી delete


નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર

પ્લે સ્ટોર પર વધી રબેલી એડ ફ્રોડ સ્કીમના કારણે ગૂગલએ કડક વલણ દાખવ્યું છે. ગૂગલ હવે એંડ્રોયડ એપ્સને પ્લે સ્ટોર પરથી દૂર કરી રહ્યું છે. એક રીપોર્ટ અનુસાર ચાઈનાના ડીયુ ગૃપ દ્વારા તૈયાર કરેલી 6 એપ્સને ગૂગલએ રીમૂવ કરી દીધી છે. આ એપ્સમાં લોકપ્રિય સેલ્ફી કેમેરા એપ પણ હતી જેને અત્યાર સુધીમાં 5 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. 

આ એપ્સ એવી હતી કે જેને ઓપન કરવાની જરૂર પણ પડતી નથી તે એપ ઓટોમેટિકલી જ શરૂ થઈ જતી અને તેના કારણે બેટરી ડ્રેન થતી અને યૂઝર્સના ડેટાનો વપરાશ પણ વધી જતો. ગૂગલએ ઓમ્ની ક્લીનર, રેમ માસ્ટર, સ્માર્ટ કૂલર, ટોટલ ક્લીનર અને એઆઈઓ ફ્લેશલાઈટ જેવી એપ્સને રિમૂવ કરી છે. આ એપ્સ યૂઝર્સના ડેટા એકઠા કરી ચીન સુધી પહોંચાડતી હોવાનું પણ ચર્ચાય છે. 

ઉલ્લેખનીય છે કે આ ગૃપની ભાગીદારીવાળી 5000 લોકપ્રિય એપ્સ પ્લે સ્ટોર પર એક્ટિવ છે. પરંતુ હાલ માત્ર 6ને જ રિમૂવ કરવામાં આવી છે. આ કાર્યથી ગૂગલ પ્લે સ્ટોરને સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gippju
via Latest Gujarati News

Post a Comment

0 Comments