
નવી દિલ્હી, 20 એપ્રિલ 2019, શનિવાર
ગૂગલ ક્રોમ બ્રાઉઝરના લેટેસ્ટ સ્ટેબલ અપડેટમાં યૂઝર્સ માટે ડાર્ક મોડ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. એંડ્રોયડ ક્રોમ એપમાં આ ફીચર લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરનાર યૂઝર્સને મળશે. આ ડાર્ક મોડથી અલગ એક નવા રીડર મોડનું ટેસ્ટિંગ પણ ગૂગલ પોતાના બ્રાઉઝરમાં કરી રહ્યું છે. આ રીડર મોડ હાલ ડેસ્કટોપ યૂઝર્સ માટે ક્રોમ કૈનરી પર ઉપલબ્ધ હશે.
રીડર મોડમાં પેજમાંથી તમામ બિનજરૂરી કંટેંટને દૂર કરવામાં આવશે અને માત્ર આર્ટિકલ ટેક્સ્ટ અને ઈમેલ પેજ પર જ જોવા મળશે. ગૂગલ મૈન ઈન દ મિડિલ ફિશિંગ એટેક્સને રોકવા માટે બ્રાઉઝર ફ્રેમવર્કને સુધારવા માટે કામ કરી રહ્યું છે. ડાર્ક મોડ વી74 ફોર એંડ્રોયડ રિલીઝમાં ઉપલબ્ધ છે. જો કે ભારતમાં પ્લેસ્ટોર પર વી73 જ જોવા મળે છે.
શક્ય છે કે ગૂગલ ડાર્ક મોડ ટોગલને ઈનેબલ કરવા માટે યૂઝર્સને હાલ એંડ્રોયડ નાઈટ મોડ ફ્લૈગ ઈનેબલ કરવું પડે. ડિવાઈસ પર લેટેસ્ટ અપડેટ એપીકે ફાઈલથી તે ડાઉનલોડ થઈ શકે તો દરેક યૂઝર એકવાર પ્રયત્ન કરી શકે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KOt6mJ
via Latest Gujarati News
0 Comments