તિરુવનંતપુરમ, તા. 15 એપ્રિલ 2019, સોમવાર
કેરળના તિરુવનંતપુરમના વર્તમાન સાંસદ શશિ થરુર એક મંદિરમાં પૂજા કરતી વખતે પડી ગયા જેમાં તેમને ઇજા પહોંચી છે. સારવાર માટે તેમને તિરુવનંતપુરમની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમના માથામાં ભારે ઇજા થઇ છે. સારવાર કરી રહેલા ડોકટરના જણાવ્યા અનુસાર તેઓ ખતરાની બહાર છે પરંતુ તેમના માથામાં છ ટાંકા આવ્યાં છે.
થરુર મંદિરમાં તુલાભરમ પૂજા કરી રહ્યાં હતાં. તુલાભરમ એવી પૂજા છે જે કેરળના ગણ્યાંગાંઠ્યા મંદિરોમાં થાય છે. આ પૂજામાં પોતાના વજન બરાબર ચઢાવો ચડાવવામાં આવે છે. દેવી-દેવતાને જે અર્પિત કરવાનું હોય છે એ પહેલાં પોતાના વજન બરાબર તોળવામાં આવે છે. મંદિરોમાં વજન માટે મોટા મશીનો લાગેલા હોય છે.
થરુર આ લોકસભાની ચૂંટણીમાં પણ તિરુવનંતપુરમથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેમનો મુકાબલો ભાજપના નેતા અને મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ કુમ્માનેમ રાજશેખરન અને સીપીઆઇ ધારાસભ્ય અને કેરળા ભૂતપૂર્વ મંત્રી સી. દિવાકરન સામે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XgkzdJ
via Latest Gujarati News
0 Comments