નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2019, સોમવાર
રાફેલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલા કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી રહી હોય એમ જણાય છે. 'ચોકીદાર ચોર છે'ના નિવેદન પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ નોટિસ જારી કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટની તિરસ્કાર કરવાના મામલે આ નોટિસ જારી કરવામાં આવી છે. આ મામલાની આગામી સુનાવણી 23 એપ્રિલે થવાની છે અને રાહુલ ગાંધીએ ત્યાં સુધી કોર્ટને પોતાનો જવાબ કહેવાનો રહેશે. ભાજપ નેતા મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ યાચિકા દાખલ કરી હતી.
સોમવારે આ મામલે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ માન્યું કે અમે આવું કોઇ નિવેદન આપ્યું નથી, અમે આ મુદ્દે સ્પષ્ટતા માગીશું. કોર્ટે કહ્યું કે અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે જે પણ વિચાર કોર્ટને લઇને મીડિયામાં કહેવામાં આવ્યાં છે એ સંપૂર્ણ રીતે ખોટા છે. આ મામલાની પૂરી જાણકારીને લઇને અમે સ્પષ્ટતા માગવા ઇચ્છીએ છીએ. અમને અપેક્ષા છે કે રાહુલ ગાંધી આ નિવેદન પર સ્પષ્ટતા કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v5x13L
via Latest Gujarati News
0 Comments