
કાપડ બજારમાં કાપડમાં વપરાતા રો-મટીરીયલ્સના ભાવમાં વધારો થવાના લીધે કાપડ બનાવવાના કોસ્ટિંગ ઊંચા ગયેલ છે. આના પરિણામે કોટન કાપડના ભાવમાં વધારો થવા પામેલ છે અને હવે ગ્રે કાપડના ભાવ વધારા પછી ફીનીશ કાપડના ભાવમાં વધારો આવે તેવા સંજોગો દેખાઇ રહેલ છે. કાપડમાં રૂ (કપાસ)ના ભાવ રૂા. ૪૬૫૦૦ની આસપાસ થયેલ છે. કપાસના ભાવમાં છેલ્લા એક મહિનામાં રૂા. ૪૦૦૦ ખાંડી દીઠ વધેલ છે. જે કલ્પી શકે તેવા છે. રૂના ભાવમાં ટુંક સમયમાં ભાવ વધારો થયેલ છે.
આના લીધે કોટન યાર્નના ભાવો પણ પ્રતિ કિલો દીઠ રૂા. ૮થી રૂા. ૧૦નો વધારો નોંધાયેલ છે. વધુમાં શુક્રવારે રીલાયન્સે ફાઇબરમાં રૂા. ૧ ૧/૨નો વધારો કરેલ છે. આમ કાપડ બનાવવામાં આવતા રો-મટીરીયલ્સના ભાવ વધારો થતા જુના ભાવના માલો મોટા ભાગના વેચાઇ ગયેલ છે.
ગ્રે કાપડના ભાવ વધારાના પગલે ફીનીશ કાપડના ભાવમાં વધારો નજદીકના ભવિષ્યમાં દેખાઇ રહેલ છે. કાપડ બજારમાં માલો ગ્રે અને ફીનીશ વેચાઇ રહેલ છે. પરંતુ નાણાંભીડના લીધે નાણાની સાયકલ બરાબર ચાલતી નથી. માલો ઉધારીમાં વેચવા પડે છે. કાપડ બજારમાં બાયર્સ મારકીટ થઇ ગયેલ છે.
કાપડમાં ઉત્પાદન વધુ અને ડીમાન્ડ ઓછી થવાના લીધે કાપડનો ઉત્પાદક વર્ગ કાયમ માટે વેચવા વલખા મારી રહેલ છે. કાપડ બજારમાં આમ તો જુન-જુલાઇ સુધી ઘરાકીની સિઝનના દિવસો ગણી શકાય. પરંતુ આ વખતે જુદા જુદા કારણોના લીધે ઘરાકી માર ખાઇ રહેલ છે. અત્યારે દેશમાં થઇ રહેલ ઈલેકશનના લીધે વેપારી વર્ગ મનમૂકીને ધંધો કરતો નથી.
વધુમાં એપ્રિલ મહિનામાં બેંકોની વધારે પડતી રજાઓના લીધે પણ નાણાંકીય વ્યવહાર સચવાતા નથી. એપ્રિલમાં તા. ૭-૧૪-૨૧-૨૮ રવિવારના લીધે બેંકો બંધ છે. વધુમાં તા. ૧૩ અને ૨૭ તારીખે શનિવારની રજાઓ અને તા. ૧૭ મહાવીર જયંતિ અને તા. ૧૯ ગુડ ફ્રાઇડેના લીધે બેંકો બંધ છે. તા. ૨૩મીએ ગુજરાતમાં ઈલેકશન છે. આમ બજારમાં કામના દિવસોમાં કુલ નવ દિવસો બંધના લીધે તેની અસર થવા પામેલ છે.
દેશમાં ઈલેકશનનો માહોલ વધુ પડતો છે. અને લોકોને કામ કરવા કરતા ઈલેકશનના રીઝલ્ટમાં વધુ પડતો રસ હોય તેવું થવા પામેલ છે. આગળ કઇ સરકાર આવશે અને ઈકોનોમી માટે શું પગલાં લેશે તેની ઉપર આગળના ધંધા-રોજગાર નિર્ભર રહેશે. અત્યારે તો દરેક પક્ષ કરોડોની જાણે લ્હાણી કરવા લાગેલ છે તેવા પ્રોમીસીસના લીધે આગળ બજેટ ઉપર તેનો કેટલો માર પડશે તે જોવું રહ્યું !
કાપડ બજારમાં જોકે આગળ ૬ મેથી રમઝાન મહિનાની શરૂઆત, લગ્નસરાની સીઝન, સ્કૂલ યુનિફોર્મની સિઝન અને દેશમાં પડી રહેલ સખત ગરમીના લીધે સમર સિઝનના માલોની ઘરાકી જોવા મળી રહેલ છે.
કપાસના ભાવ વધ્યા: કાપડના ઉત્પાદનમાં વપરાતા કપાસના ભાવ છેલ્લે એક મહિનામાં રૂા. ૪૦૦૦ જેટલા વધ્યા છે. તેના લીધે કોટન યાર્નના ભાવ પ્રતિ કિલો દીઠ રૂા. ૮થી ૧૦નો વધારો થવા પામેલ છે. કપાસના પાકનો અંદાજ ઘટીને ૩૨૧ લાખ ગાંસડી કરી દેવામાં આવેલ છે.
કપાસ ઉત્પાદક અનેક રાજ્યોમાં વરસાદ ઓછો થવાને કારણે ઉત્પાદન વધુ ઘટે તેવું બને. ગયા વર્ષે કપાસનું ઉત્પાદન ૩૬૫ લાખ ગાંસડી થયેલ હતું. કપાસ ઉત્પાદક વિસ્તારોમાં પાણીની તંગી હોવાથી પાક ઘટી ગયેલ છે. કપાસની નિકાસ ૩૯ લાખ ગાંસડીની થયેલ છે. કપાસ સિઝનનું વર્ષ ઓકટોબરથી સપ્ટેમ્બરનું ગણાય છે.
કાપડના ભાવ: કપાસ, યાર્ન અને ફાઇબરના ભાવ વધારા પછી કાપડમાં ગ્રે કાપડના ભાવમાં વધારો થવા પામેલ છે. જો બજાર નાણાનો સાથ આપે તો કાપડમાં ફીનીશ કાપડના ભાવમાં વધારો થવાના સંજોગો જોવા મળી રહેલ છે. જોકે કાપડના ધંધામાં પેમેન્ટ માટેના ધાંધિયા અને પાર્ટીઓ ઢીલી પડવાની વાતોના લીધે બજારનું મોરલ બગડવા પામેલ છે.
એરજેટ લૂમના સાટીન ૬૭ પનો ગ્રે ૬૦/૬૦ ૧૬૫/૧૦૪ ક્વોલીટી રૂા. ૭૮ના સોદા થયેલ છે. ૫૮ પનો ડાઇડ રૂા. ૧૧૪માં વેચાય છે. રેપીયર લૂમના ૪૦/૪૦ ૧૦૮/૭૨ ક્વોલીટી ૬૧ ગ્રે રૂા. ૮૫ અને ૫૮ પનો ફીનીશ રૂા. ૧૦૫માં સોદા થયેલ છે. એરજેટ ૫૮ પનો ફીનીશ ૪૦/૪૦ ૧૪૪/૭૨ ક્વોલીટી રૂા. ૯૫ મિલોના ભાવ છે.
એરજેટ લમૂના ૫૮ પનો ૬૦/૬૦ ૧૩૨/૧૦૮ ક્વોલીટી ડાઇડ રૂા. ૧૧૨માં સોદો થયેલ છે. એરજેટ ૮૦/૮૦ ૧૪૪/૧૪૪ ક્વોલીટી ૫૮ પનો રૂા. ૧૩૨માં વેચાય છે. કોટન ધોતી ૯ મીટર ૬૪/૫૬ ૪૭ પનો રૂા. ૧૯૫માં વેચાય છે. જ્યારે પીસી ધોતી રૂા. ૧૫૦માં સોદા થયેલ છે. ડેનિમમાં ઉત્પાદનના યુનિટો ઘણા બધા થઇ ગયેલ છે.
૫ ઔંસ ડેનિમ ૩૦/૧૫૦ના ભાવ રૂા. ૯૫થી ૧૦૦ સુધીના છે. ૧૦।। ઔંસ લાયકાના ભાવ રૂા. ૧૨૦ની આસપાસ છે. ૧૩ ઔંસ ડેનિમના સોદા રૂા. ૧૪૦માં થયેલ છે. ડેનિમ ૩૦/૩૦ કોટન ડેનિમ ૫ ઔંસ ૬૫ ફીનીશ રૂા. ૧૧૫માં વેચાય છે. ડેનિમમાં ૬૫ પનાની ડીમાન્ડ વધુ રહે છે. શીટીંગમાં ૫૦ પનો ૨૦/૨૦ ૫૬/૬૦ ૨૦૦ ગ્રામ ગ્રે રૂા. ૩૮ ને ૬૩ પનો ૨૪૫ ગ્રામ ગ્રે રૂા. ૪૭માં સોદા થયેલ છે. ૫૦ પનો ૨૦/૨૦ ૫૨/૫૨ ૧૭૦ ગ્રામ ગ્રે રૂા. ૩૨ અને ૫૯ પનો ૨૦૦ ગ્રામ ગ્રે રૂા. ૩૮ અને ૭૨ પનો ૨૪૫ ગ્રામ ગ્રે રૂા. ૪૭માં વેચાય છે. સાટીન ૬૦/૬૦ ૧૬૫/૧૦૪ ક્વોલીટી રૂા. ૭૫માં વેચાય છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UBZAVU
via Latest Gujarati News
0 Comments