
GSTકાયદામાં રિફંડ લેવાની ભારે જથામણો કરવી પડે છે. GSTકાયદાની કલમ ૫૪માં રિફંડ કયા સંજોગોમાં મળી શકે તેની જોગવાઇ છે. સરકાર દ્વારા જ્યારે ફેબ્રીકના સપ્લાયરો માટે ઓગસ્ટ ૨૦૧૮માં નવા ફેરફારો કર્યા ત્યારે બાકી રહેતી જૂલાઇ ૨૦૧૮ માસના અંતે વેરાશાખ જતી રહેવા બાબતે મોટી મુશ્કેલી હતી.
આ રકમનું રિફંડ પ્રાપ્ત કરવું પણ મુશ્કેલ હતું અને GSTપોર્ટલ ઉપર રિફંડની અરજી કરવા માટે ખૂબ મૂંઝવણો હતી. તેવી જ રીતે જ્યારે સરકારે નિકાસકારને Cess ની રકમનું રિફંડ આપવા બાબતે પરિપત્ર બહાર પાડયો ત્યારે પણ અરજી કેવી રીતે કરવી તે બાબતે મૂંઝવણો હતી. આજના લેખમાં રિફંડ બાબતે સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્રોની સરળ સમજૂતી આપવામાં આવી છે.
Cess રિફંડની ગણત્રી
નિકાસકારને સામાન્ય રીતે ધંધો કરવા માટે વાપરવામાં આવેલ તમામ માલ અથવા સેવાના સપ્લાયમાં લાગેલ વેરાનું રિફંડ આપવું પડે. GSTકાયદામાં Cess નું રિફંડ તેને જ મળી શકતું જે આવી વસ્તુનું ફેર-વેચાણ કરતા.
આથી જ્યારે નિકાસકાર કોલસાનો ઉત્પાદનમાં વપરાશ કરતા ત્યારે તેઓને વેરાશાખ Cess ની રકમની મળવાપાત્ર થતી નહીં અને રિફંડ કેવી રીતે માંગવું. આ અવઢવમાંથી સપ્લાયરોને રસ્તો બતાવવા માટે સરકારશ્રીએ સરક્યુલર નં. ૪૫/૧૯/૨૦૧૮-GSTતારીખ ૩૦મે, ૨૦૧૮ના રોજ જાહેર કર્યો જેમાં સેસની રકમનું રિફંડ માંગવા માટેની પધ્ધતિ દર્શાવવામાં આવી છે.
સેસની રકમનું રિફંડ મંગાવા માટે નિકાસકાર GSTકાયદા હેઠળ નોંધાયેલ હોવો જોઇએ તથા જે માલ ઉપર સેસ લાગેલ હોય તેવો માલ ઉત્પાદનમાં વપરાશ થયેલ હોવો જોઇએ. તદ્ઉપરાંત બોન્ડ અથવા એલ્યુટી હેઠળ નિકાસ કરવામાં આવેલ હોય અને GST3B પત્રકમાં તેની વેરાશાખ નિયમ ૮૯ પ્રમાણે દરેક માસની મળવા પાત્ર થતી રકમ ગણવાની રહેશે.
ત્યારબાદ જે માસથી બિલમાં અગાઉના તમામ માસની સેસને લગતી વેરાશાખ માંગેલી હોય તેમાં નિયમ ૮૯ પ્રમાણે રીફંડની ગણત્રી કરવાની અને જે સેસના રીફંડની રકમ આવે તેને માસિક ગણત્રી કરેલ રકમ સાથે સરખામણી કરવાની થાય. આ બેમાંથી જે ઓછી રકમ હોય તેનું રીફંડ માંગવાનું હોય.
ડીફીયસન્સી મેમોવાળા કિસ્સા
અવારનવાર એવું બને કે કાયદામાં સુધારો આવવાથી અથવા રીફંડની અરજી કરવામાં કોઇ ભૂલ થઇ હોય GSTકાયદા હેઠળ ડીફીસન્સી મેમો આપવો અનિવાર્ય છે. કાયદાકિય જોગવાઇ પ્રમાણે જ્યારે મેમો આપવામાં આવે ત્યારે અધિકારીએ રિફંડની અરજી નામંજૂર કરી રકમ રી ક્રેડિટ કરવાની થાય. ખતરનાક ડચકા ખાતુ GSTપોર્ટલ આ થવા જ નથી દેતું. આવા સંજોગોમાં લાચાર સપ્લાયર્સને રીફંડ મળતું પણ નથી કે વેરાશાખ વાપરવા પણ મળતી નથી.
ઘણી વખત આ પોર્ટલની ભૂલના લીધે રીફંડની અરજી કરવા માટેનો સમય પણ ચુકી જવાય છે. આવા સંજોગોમાં સરકારે સરક્યુલર નંબર ૯૪/૧૩/૨૦૧૯ - GSTતારીખ ૨૮-૩-૨૦૧૯ના રોજ જાહેર કરી ચોખવટ કરી છે કે સપ્લાયર્સએ ખાતામાં મેન્યુઅલી રિફંડ માટેની અરજી નમુનો GSTRFS-01A કરવાની રહેશે.
ત્યારબાદ અધિકારીએ અરજી ચકાસવાની રહેશે અને જો કોઇ રકમ ક્રેડિટ લેજરમાંથી જ ઉધારવાની થતી હોય તો આવી રકમની સપ્લાયર્સને જાણ કરવાની થાય. સપ્લાયર્સે નમુના GSTDRc ૦૩ માં આ રકમ દર્શાવીને ઉધારવાની થાય. આ ઉધારેલ રકમનો પુરાવો પ્રાપ્ત કરી ખાતાના અધિકારીએ નમુના GSTRFD૦૬ માં રિફંડનો આદેશ કરી નમુના GSTRFD-૦૫ માં ચુકવવાની જાણ કરવાની રહેશે. આ એક ખુબ જ ઉમદા ખુલાસો આપેલ છે.
મરચન્ટ એક્ષપોર્ટર - રિફંડની અરજી
નિકાસકારોને ખુબ મોટી રકમ GSTપેટે રોકાઇ જતા સરકારને રજૂઆત કરી જેથી સરકારે વિશિષ્ટ સપ્લાયરને ડીમ્ડ એક્ષપોર્ટ તરીકે જાહેર કર્યા. આનો લાભ મરચન્ટ એક્ષપોર્ટર લઇ નિકાસકર્તા GSTના નિયમોમાં પુર્વલક્ષી સુધારો કરીને જે નિકાસકારો IGSTભરીને નિકાસ કરતા તેવા લોકોને જો ડીમ્ડ એક્ષપોર્ટ ખરીદીની વેરાશાખ માંગેલ હોય તો રિફંડ ચુકવવામાં ન આવતું.
મરચન્ટ એક્ષપોર્ટરને જો ડીમ્ડ એક્ષપોર્ટની ખરીદીમાં સમાવેશનું GSTનું રીફંડ લેવું હોય, તો ફરજીયાત LUT અથવા બોન્ડ હેઠળ IGSTભર્યા વગર નિકાસની પ્રવૃત્તિ કરવી પડે. ત્યારબાદ નિયમ ૮૯(૪બી) મુજબ નમુના GSTRFD-01A માં ''Any other'' વિકલ્પ લઇ રિફંડની અરજી કરવાની થાય અને નિકાસ માટેના તમામ પુરાવા રજુ કરવાના થાય.
ફેબ્રીકને લગતું રિફંડ
સરકારે વિશિષ્ટ ફેબ્રીક ઉપર વેરાશાખનું રિફંડ આપવાની ના પાડી દીધી હતી. GSTકાઉન્સીલની ૨૮મી સભામાં આ ઠરાવને ફગાવી કાઢ્યો અને ફેબ્રિકના સપ્લાયર્સને રિફંડ આપવાની ઘોષણા કરી જે અન્વયે જુલાઇ ૨૦૧૮ માસના અંતે બાકી રહેતી વેરાશાખ સપ્લાયર્સએ જતી કરવાની થાય.
વેરાશાખ જતી કરવા માટે પત્રકGSTR-૩ બી માં વેરાશાખ નામંજૂર કરવી પડે. આવું કરવાથી સપ્લાયર્સ GSTપોર્ટલ ઉપર રિફંડની અરજી કરી જ નહોતા શકતા. એનો નિવેડો લાવવા માટે સરકારે સરક્યુલર નંબર ૯૪/૧૩/૨૦૧૯- GSTદ્વારા નીચે મુજબ ખુલાસો કર્યો.
(૧) સામાન્ય ધોરણે ફેબ્રીકના સપ્લાયર્સએ ઈનવર્ટેડ ટેક્ષ સ્ટ્રકચરના લીધે ઉદ્ભવતું રિફંડ તરીકે અરજી કરવાની થાય.
(૨) જે સપ્લાયર્સ જુલાઇ ૨૦૧૮ના માસના પત્રકમાં વેરાશાખ જતી કરી દીધી હોય તેવા સપ્લાયર્સએ ''Any other'' વિકલ્પ લઇ નમુના RFD-01A માં પોર્ટલ પર અરજી કરવાની થાય, અને ઈનવર્ટેડ ટેક્ષ સ્ટ્રકચરવાળી રિફંડની અરજીના તમામ પુરાવા આપવાના રહેશે.
(૩) જે સપ્લાયર્સએ ક્રમાંક ૨માં દર્શાવ્યા પ્રમાણે તેઓએ નમૂના GSTDRC-૦૩ માં વ્યાજ સાથે વેરાશાખ નામંજૂર કરવાની રહેશે અને ત્યાર પછી જે રિફંડનો દાવો થઇ શકશે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GcLccC
via Latest Gujarati News
0 Comments