મુંબઈ, તા.7 એપ્રિલ 2019,રવિવાર
મુંબઈની ઉપનગરીય રેલવેની કાયાપલટ માટે એક મહિના પહેલા જ એમયુટીપી- ૩ એ ના પ્રકલ્પને મંજૂરી મળ્યા બાદ એમઆરડીસીએ આ કામ હાથમાં લીધું છે.
આ પ્રકલ્પમાં રેલવેને ૧૯૧ વાતાનુકુલિત લોકલ સાથે જ ત્રણ નવા રૃટ પણ મળશે. તે માટે ૭૦૦૦ કરોડ રૃપિયાનું લોન લેવાની તૈયારી પણ એમઆરડીસીએ દેખાડી છે તે માટે તેમણે વૈશ્વિક બેન્ક અને એશિયાઈ બેન્કના વિકલ્પોનું ચયન કરવાની પણ તૈયારી કરી છે.
સાત માર્ચે સરકારે મુંબઈ લોકલની પાયાની સુવિધાના વિસ્તાર માટે ૩૩,૬૯૦ કરોડ રૃપિયાના એમયુપીટી- ૩એના પ્રકલ્પને મંજૂરી આપી હતી. તેમાંના ૭ હજાર કરોડ રૃપિયાનું લોન લેવામાં આવશે. આ બાબતનો પ્રસ્તાવ એમઆરડીસીએ નાણાકીય વિભાગને મોકલ્યો છે.
અગિયાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રકલ્પના કાર્યની શરૃઆત કયા તબક્કાથી કરાશે તે બાબતે અત્યારે તો કોઈ નિર્ણય લેવાયો નથી. હાલ જોકે આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવાથી લોનપ્રક્રિયાની પ્રાથમિક ચર્ચા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રકલ્પના જુદા કામો હાથમાં લેવાશે એવી માહિતી રેલવેના અધિકારીએ આપી હતી.
મુંબઈગરાના પરાના પ્રવાસને વધારે સુગમ બનાવવા આ પ્રકલ્પમાં બોરીવલી- વિરાર અને કલ્યાણ- બદલાપુર, કલ્યાણ- આસનગાંવ આ રૃટ પર વધારાના માર્ગને મંજૂરી મળી છે તેથી મુંબઈગરાને ગરદીથી તો છૂટકારો મળશે જ પરંતુ તેની સાથે એસી લોકલને પણ મંજૂરી મળી હોવાથી તેમને ગરમીથી પણ છૂટકારો મળશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OVdFrj
via Latest Gujarati News
0 Comments