સૂર્ય બ્લેકહોલ બને તો તેનો વ્યાસ 7 સેમીનો અને પૃથ્વી બ્લેકહોલ બને તો તેની સાઇઝ સુક્ષ્મ પરમાણુ જેટલી જ હોય


સૂર્ય ક્યારે પણ બ્લેકહોલ બની શકે નહીં, કારણ સૂર્ય પાસે બ્લેકહોલ બનાવા માટે જોઇતી પુરતી એનર્જી નથી. છતાં પણ જો સૂર્ય બ્લેકહોલ બને તો તેનો વ્યાસ ૭  સેન્ટીમીટરનો હોય અને પૃથ્વી બ્લેકહોલ બને તો તેની સાઇઝ સુક્ષ્મ પરમાણુ જેટલી જ હોય. તેમ સાયન્સ સિટી ખાતે યોજાયેલા વ્યાખ્યાનમાં ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલે કહ્યું હતું. તેઓએ ઉમેર્યું કે, બ્લેકહોલમાં જવાનો રસ્તો છે પરંતુ પાછા ફરવા માટેનો રસ્તાની જાણકારી હાલ સુધી આપણી પાસે નથી. કાર્યક્રમમાં બ્લેકહોલ વિશેની જાણકારી મેળવવા માટે સ્કૂલ સ્ટુડન્ટસ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. વધુમાં તેઓએ કહ્યું કે, સારા વિજ્ઞાાનિક બનવા માટે કલ્પના શક્તિનો વિકાસ કરવો ખૂબ જ જરૃરી છે. 

પુરાણમાં પણ વિજ્ઞાાનના સિદ્ધાંતો જોવા મળે છે

બ્રહ્માંડને સમજવા માટે સૌપ્રથમ તારાઓને સમજવા જરૃરી છે. કારણ કે, તારાઓ દ્વારા જ વર્ષ, સમય, દિવસ અને સ્થાન વિશેની માહિતી મળી છે. અત્યાર સુધીના મોટાભાગના અંતરિક્ષના સંશોધનોમાં પણ તારાઓ કેન્દ્ર સ્થાને છે. આ ઉપરાંત વિજ્ઞાાનની સારી સમજ કેળવવા માટે આપણા પુરાણો અને ગ્રંથો પણ વાંચવા જોઇએ, જેમાં પણ વિજ્ઞાાનના ઘણાં સિદ્ધાંતો જોવા મળે છે. - ડૉ. જે. જે. રાવલ

સાયન્સમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી સાથે મેથ્સનું પણ મહત્ત્વ

સાયન્સનો મુખ્ય આધાર કેમિસ્ટ્રી અને ફિઝિક્સને ગણવામાં આવે છે પરંતુ અંતરિક્ષનું વિજ્ઞાાન તેના કરતા પણ વધારે ગૂંચવણ ભર્યું છે, જેનો મુખ્ય આધાર જીઓમેટ્રી પર છે. કારણ કે, પ્રકાશવર્ષની અને ગુરુત્વાકર્ષણની ગણનક્રિયા કેમિસ્ટ્રી કે ફિઝિક્સના આધારે કરવી મુશ્કેલ છે. તેથી જિઓમેટ્રીનો સહારો લેવો પડે છે. એટલે સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી સાથે મેથ્સનું પણ મહત્ત્વ છે.

બ્લેકહોલની લાઇફ મર્યાદિત હોય છે

બ્લેકહોલનું નિર્માણ સોલાર સિસ્ટમમાં રહેલા તારાના મૃત્યુ બાદ થાય છે, પરંતુ બ્લેકહોલ બનતા તારાનું કદ સૂર્ય કરતા ૨૫ ગણો મોટો હોવો જોઇએ. ઉપરાંત અંતરિક્ષની સોલાર સિસ્ટમમાં રહેલા તારાઓ કે ગ્રહોમાં રહેલું ન્યુક્લિયર એનર્જી પુર્ણ થાય અને તેનું કદ યોગ્ય હોય ત્યારે જ બ્લેકહોલ બની શકે છે. હૉકિંગ કિરણોત્સર્ગના ઉત્સર્જનના લીધે બ્લેકહોલની લાઇફ પણ મર્યાદિત હોય છે.

બ્લેકહોલની સાઇઝ પરમાણુ જેટલી પણ હોય છે

બ્લેકહોલને ગેલેક્સીનું સેન્ટર માનવામાં આવે છે, બ્લેકહોલનાં ગુરુત્વાકર્ષણ પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેના કારણે ગેલેક્સી સતત ચાલી શકે છે પરંતુ બ્લેકહોલના ઘણા પ્રકાર હોય છે. કેટલાક બ્લેકહોલ ખૂબ વિશાળ હોય છે, તો કેટલાક ન્યુટોન પરમાણુ જેટલા નાના પણ હોય છે. બ્લેકહોલ પુરતી તાકાતથી બ્રહ્માંડની વસ્તુઓ પોતાની બાજુ ખેચે છે.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pii2wM
via Latest Gujarati News

Post a Comment

0 Comments