ઉતાવળમાં ભાજપને મત આપી દીધો, બસપા સમર્થકે કાપી નાંખી પોતાની આંગળી


નવી દિલ્હી,તા.19.એપ્રિલ 2019, શુક્રવાર

મતદારન દરમિયાન ઉતાવળમાં ભાજપનુ બટન દબાવી દેનાર બસપાના સમર્થકે પોતાની જાતને સજા આપી છે.આ સમર્થકે પોતાની આંગળી જ કાપી નાંખી હતી.

મળતી વિગતો પ્રમાણે દિલ્લી એનસીઆર પાસેના કોટવાલી વિસ્તારના ગામમાં રહેલો પવન કુમાર નામનો 24 વર્ષનો યુવાન પોતાની જાતને બસપાનો સમર્થક ગણાવે છે.

ગુરુવારે બીજા તબક્કાના મતદાન દરમિયાન તે મત આપવા માટે મતદાન કેન્દ્ર પર ગયો હતો.જોકે ઉતાવળમાં તેણે ભૂલ કરી નાંખી હતી.તેના કહેવા પ્રમાણે તેણે બસપાના ઉમેદવારના ચૂંટણી ચિન્હ હાથીની જગ્યાએ ભાજપના ઉમેદવારના કમળ ચિન્હનુ બટન દબાવી દીધો હતો.

પવનકુમારને આ ભૂલનો એ હદે પસ્તાવો થયો હતો કે, ઘરે આવીને તેણે આંગળીનો આગલો હિસ્સો ધારદાર હથિયાર વડે કાપી નાંખ્યો હતો.આવેશમાં ભરેલા પગલા બાદ દુખાવો થતા તેણે બૂમાબૂમ કરી હતી.તેના પરિવારજનો તેને બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UPVz0c
via Latest Gujarati News

Post a Comment

0 Comments