બ્રિટિશ ચાઇલ્ડ સ્ટાર મ્યા-લેશિયા નેલરનું નિધન થયું


લંડન / લોસ એંજલ્સ તા.19 એપ્રિલ 2019, શુક્રવાર

સુપરહિટ નીવડેલી ટીવી સિરિયલ્સ મીલી ઇનબિટ્વીન અને ઓલમોસ્ટ નેવરની ચાઇલ્ડ સ્ટાર મ્યા-લેશિયા નેલરનું માત્ર 16 વર્ષની વયે અવસાન થયું હોવાના સમાચારે બ્રિટિશ મનોરંજન વિશ્વમાં સોપો પાડી દીધો હતો.

બીબીસીના બાળકો માટેના પ્રોગ્રામ્સના એન્કર એલિસ વેબે કહ્યું, હું માની શકતી નથી કે મ્યા હવે અમારી વચ્ચે નથી. એ ભાવિ સુપર સ્ટાર હતી. એના અવસાનના સમાચારે મારા મનને સૂન્ન કરી નાખ્યું છે... ઓહ્ ગૉડ આ શું થઇ ગયું ! દર્શકોમાં એ સૌથી વધુ લોકપ્રિય હતી... ખૂબ જ ટેલેન્ટેડ ગાયિકા અને ડાન્સર હતી.. એના ટીનેજર્સ ચાહકો માટે એ રોલ મોડેલ બની ચૂકી હતી..

એપ્રિલની સાતમીએ એ મરણ પામી હતી. જો કે એના મરણનું કારણ જાણી શકાયું નહોતું. એના મરણની ઔપચારિક જાહેરાત બુધવારે 17મી એપ્રિલે કરવામાં આવી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UqZ7AL
via Latest Gujarati News

Post a Comment

0 Comments