ચોથા તબક્કાની ચૂંટણીમાં 89 ગુનેગાર ઉમેદવાર ચૂંટણીના જંગમા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.  26 એપ્રિલ 2019, શુક્રવાર

રાજ્યમાં ચોથા તબક્કાની ૧૭મી લોકસભા મતદાર ક્ષેત્રમાં સોમવાર ૨૯ એપ્રિલના રોજ યોજાઈ રહી છે. આ ચૂંટણી રાજ્યની ૧૭ બેઠક પર થઈ છે. ેમાં નસીબ અજમાવ્યા ૩૨૦ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. આ ઉમેદવાર પૈકી ૧૦૯ ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે ૮૯ ઉમેદવાર સામે ગુનાઓ નોંધાયા છે. એમાં હત્યા, હત્યા કરવાનો પ્રયાસ, અપહરણ, મહિલા પર અત્યાચાર જેવા ગંભીર ગુનાઓ તેઓના નામ પર નોંધાયા છે.

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે ૨૯ એપ્રિલના રોજ થનારી ચૂંટણી પર મહારાષ્ટ્ર ઇલેક્શન વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) નામની સંસ્થાએ ઉમેદવારો આર્થિક શૈક્ષણિક તેમજ ગુનાખોરીની પાર્શ્ચભૂમિની એફિડેવિટના આધારે વિશ્લેષણ કર્યું થે. તેમાં ૩૪ ટકા ઉમેદવાર છે. આર્થિક દ્રષ્ટિએ સક્ષમ છે. દલિત, માગાસવર્ગીયના પ્રતિનિધિત્વ કરનારી વંચિત બહુજન આઘાડી અને બહુજન સમાજ પક્ષના છ ઉમેદવારો કરોડપતિ છે.

ચૂંટણીમાં ઝંપલાવેલા ૩૨૦ પૈકી ૮૯ ઉમેદવારો પોતાના વિરોધમાં ગુનો પોતાના પ્રતિજ્ઞાા પત્રમાં ઘોષિત કર્યા છે. આમાં ૬૪ ઉમેદવારોના વિરોધમાં ગંભીર સ્વરૂપના ગુના છે. બે ઉમેદવારો સામે ગુના સિદ્ધ થયા છે. વંચિત બહુજન આઘાડીના નાશિકના ઉમેદવાર સામે હત્યાનો ગુનો દાખલ છે. ત્રણ ઉમેદવાર સામે હત્યા કરવાના પ્રયાસનો ગુનો હોવાની માહિતી આપી હતી. જ્યારે દસ ઉમેદવાર સામે મહિલા સામે અત્યાચારના ગુના છે. બે ઉમેદવાર સામે મહિલા અપહરણનો ગુનો દાખલ થયેલો હોવાનું જાહેર કરાયું છે.

ગુનેગારી પ્રકરણમાં ઉમેદવારોમાં વંચિત બહુજન આઘાડીના ૧૭ પૈકી ૭ ઉમેદવાર, બહુજન સમાજ પક્ષના ૧૫ પૈકી ૪, કોંગ્રેસના ૯ પૈકી ૪, ભાજપના ૭ પૈકી ૪ ઉમેદવાર, એનસીપીના ૭ પૈકી ૫ ઉમેદવારનો સમાવેશ થાય છે. કરોડોપતિ ઉમેદવારોમાં સંજય ભોંસલે ૧૨૫ કરોડ ૬ લાખ રૂપિયા, શ્રીરંગ બારણે (શિવસેના) ૧૦૨ કરોડ ૩૩ લાખ, પ્રિયા દત્ત (કોંગ્રેસ) ૯૬ કરોડ ૨૦ લાખ, મિલિન્દ દેવરા (કોંગ્રેસ), ૭૯ કરોડ ૩૨ લાખ રૂપિયા, ઉર્મિલા માતોંડકર (કોંગ્રેસ) ૬૮ કરોડ ૯૦ લાખ રૂપિયા, સમીરભુજબળ (એનસીપી) ૬૫ કરોડ ૪૬ લાખ રૂપિયા, સુભાષ પાસી (સમાજવાદ પાર્ટી) ૬૪ કરોડ ૨૦ લાખ, ઇન્જિનિયર નવીન બેતાબ (અપક્ષ) ૫૧ કરોડ ૨ લાખ રૂપિયા, બાલાજી પાટીલ (એનસીપી) ૪૨ કરોડ ૧૮ લાખ રૂપિયા અને કૃણાલ પાટીલ (કોંગ્રેસ) ૪૨ કરોડ ૯ લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UGOkCO
via Latest Gujarati News

Post a Comment

0 Comments