
મુંબઇ, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
પીએનબી (પંજાબ નેશનલ બેન્ક) સાથે રૂ.૧૩૫૦૦ કરોડની થયેલી ગેરરીતિ પ્રકરણે ફરાર આરોપી નીરવ મોદી અને તેેમના ભાગેડુ અંકલ મેહુલ ચોક્સીની માલિકીની ૧૨ કારોને ગુરુવારે લીલામ કરવામાં આવી હતી. આ કારની કિંમતો રૂ. ૨.૭ કરોડથી રૂ.૧.૩૩ કરોડમાં વેચવામાં આવી હતી.
મોટાભાગની અધ્યતન મોડેલની કારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પીએનબી ફ્રોડ કેસમાં કાળાનાણા ધોળા કરવા પ્રકરણે જપ્ત કરી હતી. કેટલીક કારોમાં વિશેષ વીઆઈપી નંબરો હતા અને તેમની શરૂઆતની કિંમત તેમની આવરદા અને વપરાશને આધારે નક્કી કરાઈ હતી. આ લીલામીથી સરકારને રૂ.૩.૨૮ કરોડની આવક થઈ છે.
નીરવ મોદી ગુ્રપની ૧૧ કાર અને મેહુલ ચોક્સીની બે કારને ઈ-ઓક્શન માટે ૧૨ વગ્યાથી ચાર વાગ્યા સુધી રાખવામાં આવી હતી, એમ ઈડીના ઉચ્ચ સ્તરીય અધિકારીએ જણાવ્યું હતું. અમે ૫.૩૦ વાગ્યા સુધી લીલામી ચાલુ રાખી હતી કેમ કે બિડ આવવાનું ચાલુ જ રહ્યું હતું.
માત્ર એક જ કાર ટોયોટા (ઈ૪) કોરોલા ઓલ્ટીસ ૧.૮ જી ની પ્રારંભિક કિંમત રૂ. ૩.૫૦ લાખ રખાઈ હતી જે વેચાઈ શકી નહોતી. આ કારનું રજિસ્ટ્રેશન ૨૦૧૧માં થયું હતું. બ્રિટીશ લક્ઝરી કાર રોલ્સ રોય્ઝ ઘોસ્ટ રૂ.૧.૩૩ કરોડમાં વેેચાઈ હતી. પોર્શ પેનામેરા રૂ. ૫૪ લાખમાં વેચાઈ હતી. મર્સિડીઝ બેન્ચ જીએલ ૩૫૦ આરક્ષીત કિંમત કરતાં રૂ. ૧૬ લાખ વધુમાં વેચાઈ હતીી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZFpCpO
via Latest Gujarati News
0 Comments