મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંણીના મતદાનનો અંતિમ તબક્કો સોમવારે યોજાશે


- ૧૭ લોકસભાની બેઠક માટે ૩૩ હજાર ૩૧૪ મતદાન કેન્દ્ર, ૩ કરોડ ૧૨ લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.  26 એપ્રિલ 2019, શુક્રવાર

લોકસભાની ચૂંટણીમાં ચોથા તબક્કાની મુંબઈ, થાણે સહિત ૧૭ લોકસભાની બેઠક પર ચૂંટણી સોમવાર, ૨૯ એપ્રિલના રોજ યોજાશે. આ દિવસે ૩ કરોડ ૧૧ લાખ ૯૨ હજાર ૮૨૩ મતદારો મતદાનનો અધિકાર બજાવશે. એમાં ૧ કરોડ ૬૬ લાખ ૩૧ હજાર પુરુષ અને ૧ કરોડ ૪૫ લાખ ૫૯ હજાર મહિલા મતદારો છે. આ ચોથા તબ્કાકની ચૂંટણીમાં રાજ્યનો ચૂંટણી પંચ સુસજ થયો છે.

મહારાષ્ટ્રની ૪૮ બેઠક બૈકી અત્યાર સુધી ૩૧ બેઠકની ત્રણ તબક્કાની ચૂંટણી યોજાઈ ચૂકી છે. એમાં ૧૧ એપ્રિલના રોજ સાત બેઠક, ૧૮ એપ્રિલના રોજ ૧૦ બેઠક અને ૨૩ એપ્રિલે ૧૪ બેઠકની ચૂંટણી યોજાઈ હોવાનો સમાવેશ થાય છે. હવે ચોથા તબક્કાની ચૂંટણી ૨૯ એપ્રિલના રોજ ૧૭ બેઠકની યોજાશે. આમાં નંદુરબાર, ધૂળે, દિંડોરી, નાશિક, પાલઘર, ભિવંડી, કલ્યાણ, થાણે, ઉત્તર મુંબઈ, ઉત્તર પૂર્વ મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ, ઉત્તર મધ્ય મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ, દક્ષિણ મુંબઈ, માવળ, શિરુર અને શિર્ડી મતદારક્ષેત્રનો સમવોશ થાય છે.

આ ૧૭ બેઠકની ચૂંટણી માટે ૩૩ હજાર ૩૧૪ મતદાન કેન્દ્ર, ઉપલબ્ધ કરાય છે. ૧ લાખ ૭ હજાર ૯૯૫ ઇવીએમ અને ૪૩ હજાર ૩૦૯ વી. વી. પેટ મશીન ઉપલબ્ધ કરાયા હોવાનું રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું હતું.

અત્યાર સુધી યોજાયેલી ત્રણ તબક્કામાં ૩૧ બેઠક પર ચૂંટમી શાંતિપૂર્વક પાર પડી હોવાનો દાવો ચૂંટણી પંચે કર્યો હતો.

મતદાન કેન્દ્ર પર આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવાનો આદેશ ચૂંટણી કમિશનરે આપ્યો હતો. એમાં સખી મતદાર કેન્દ્ર, દિવ્યાંગ મતદાર માટે ખાસ વ્યવસ્થામાં વ્હીલચેર, પીવાના પાણીની સુવિધા, છાયડા માટે શામિપણું એવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

મતદાનના બીજા દિવસે રજા નથી

લોકસભાની ચૂંટણીના કામકાજ માટે નિયુક્ત કરાયેલા અધિકારી, કર્મચારીઓને મતદાનના દિવસ બાદ બીજા દિવસે રજા જાહેર કરાઈ હોવાના ખોટા સમાચાર સોશ્યલ મિડિયામાં વાઇરલ કરાયા છે. માહિતી ખોટી છે. બીજા દિવસે રજા નથી, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીએ સ્પષ્ટ કર્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZMWw8i
via Latest Gujarati News

Post a Comment

0 Comments