ભોપાલ, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
મધ્ય પ્રદેશમાં ભોપાલ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુકરે મુંબઇ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે કરકરે એ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં મને ખોટી રીતે ફસાવી હતી, મે તેમને કહ્યું હતું તે તમારો વંશ પુરો થઇ જશે, તેઓ પોતાના કર્મોના કારણે મર્યા છે.
ભોપાલ બેઠકથી ટિકિટ મળ્યા બાદ સાધ્વી પ્રજ્ઞા ગુરૂવારે પહેલીવાર મીડિયા સામે આવી હતી. પરંતુ તેમનું આ ચૌંકાવનારુ નિવેદન હવે સામે આવ્યું છે. પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો છે કે હેમંત કરકરેએ મારી સાથે દુરવ્યવહાર કર્યો અને ખોટી રીતે મને ફસાવી હતી.
જાહેરસભામાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે,‘‘તે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સુરક્ષા આયોગમાં તપાસ અધિકારી સભ્યો હતો, મે હેમંત કરકરેને બોલાવ્યા હતો અને કહ્યું હતું કે મને છોડી મુક પણ હેમંત કરકરે એ કહ્યું હતું કે ગમે તે કરીશ પણ પુરાવા લાવીશ અને સાધ્વીને છોડીશ નહીં.’
મે તેને ત્યારે કીધું હતું કે તારો સર્વનાશ તશે, તેને મને ગાળો આપી, જે દિવસે હું ગઇ ત્યારે તેને ત્યાં સુતક લાગ્યો અને જ્યારે તેને આતંકવાદીઓએ માર્યો ત્યારે સુતક પુરો થયો.
મધ્યપ્રદેશની લોકપ્રિય ભોપલ લોકસભાની બેઠક પર ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સિંહ ઠાકુરને ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ સંસદીય બેઠકમાં, સાધવી પ્રજ્ઞા કોંગ્રેસના પીઢ અને ભૂતપૂર્વ રાજ્યના મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ સાથે સીધી લડાઈ કરશે.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કોણ છે?
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો જન્મ મધ્યપ્રદેશના કછવાહઘરમાં થયો હતો.
- ઇતિહાસમાં ગ્રેજ્યુએટ પ્રજ્ઞા ઠાકુર તેના શરૂઆતના સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલી રહી હતી.
- 2007માં તેઓએ સન્યાસ લઇ લીધો હતો. તેમણે ભારત ભક્તિ અખાડાની આચાર્ય મહામંડલેશ્વર બનાવવામાં આવ્યો અને તેમને આચાર્ય મહામંડલેશ્વર સ્વામી પૂર્ણચેતનાનંદ ગિરિના નામથી ઓળખાય છે.
માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપી
- 29 સપ્ટેમ્બર, 2008 ના રોજ, મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આરોપી બનાવવામાં આવ્યા હતા.
- આ બોમ્બ વિસ્ફોટમાં 8 લોકો માર્યા ગયા હતા.
- આ કેસમાં લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો.
- પ્રારંભિક તપાસ પછી મહારાષ્ટ્ર પોલીસના એટીએસએ પ્રજ્ઞા ઠાકુરને ધરપકડ કરી હતી. આ પછી વિસ્ફોટની તપાસ એનઆઈએને સોંપવામાં આવી.
- એનઆઈએએ તપાસમાં શોધી કાઢ્યું હતું કે બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર ભોપાલમાં જ રચવામાં આવ્યું હતું.
- પ્રજ્ઞા ઠાકુર લગભગ 9 વર્ષથી જેલમાં હતા. હાલમાં, તે આ કેસમાં જામીન પર છે.
- જેલમાંથી બહાર આવ્યા પછી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે તેને 23 દિવસ માટે ત્રાસ આપવામાં આવ્યો હતો.
- આરએસએસના નેતા સુનિલ જોશી હત્યાના કેસમાં સાધવી પ્રજ્ઞાનું નામ પણ જોવા મળ્યું હતું. જો કે, આ કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dmal3X
via Latest Gujarati News
0 Comments