BJPમાં નામાંકન કર્યા બાદ ગૌતમ ગંભીરે તેમના નામ આગળ ચોકીદાર શબ્દ ઉમેર્યો

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019 ગુરુવાર

દિલ્હીમાં આ વખતે લોકસભા ચૂંટણી રસપ્રદ થઈ ગઈ છે. ત્યાં ક્રિકેટર, બૉક્સર, અભિનેતા અને નેતા તમામ ચૂંટણી લડી રહ્યા છે. તમામ પોતાનું નામાંકન કરી ચૂક્યા છે અને તમામ ઉમેદવારોમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી અમીર ઉમેદવાર છે અને તેમની કુલ સંપત્તિ 147 કરોડ રૂપિયા છે. સાથે જ ગૌતમ ગંભીર હવે ટ્વીટર પર ચોકીદાર ગૌતમ ગંભીર બની ગયા છે. 

લગભગ એક મહિના પહેલા ભાજપમાં જોડાયેલા ગૌતમ ગંભીરે બુધવારે નામાંકન કર્યા બાદ પોતાના નામમાં ચોકીદાર શબ્દ ઉમેર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મે ભી ચોકીદાર કેમ્પેઈન હેઠળ દરેક BJP નેતા પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જોડી રહ્યા છે.

ચોકીદાર શબ્દને લઈને મંગળવારે ખૂબ ચર્ચા થઈ. દિલ્હીની ટિકિટ કપાયા બાદ ઉદિત રાજે પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવ્યો અને પાછો જોડી દીધો. 

ક્રિકેટથી રાજકારણમાં આવેલા ગંભીર પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે અને પૂર્વ દિલ્હીમાં મેદાનમાં ઉતર્યા છે. તેમણે 2017-18 માટે દાખલ આયકર રિટર્નમાં લગભગ 12.40 કરોડ રૂપિયાની આવક દર્શાવી છે. તેમના પત્ની નતાશા ગંભીરે આ સમયગાળામાં દાખલ આઈટી રિટર્નમાં 6.15 લાખ રૂપિયાની આવક દર્શાવી છે. તેમણે 147 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાની જાહેરાત સોગંદનામામાં કરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DpEbVd
via Latest Gujarati News

Post a Comment

0 Comments