બ્રિટની સ્પીઅર્સના ચાહકોએ ધરણાં કર્યાં


લોસ એંજલ્સ તા.24 એપ્રિલ 2019, ગુરુવાર

ટોચની પોપ ગાયિકા બ્રિટની સ્પીઅર્સના સંખ્યાબંધ ચાહકોએ અહીં એક ક્લીનીક સામે દેખાવો કર્યા ંહતા અને બ્રિટનીને સારવાર કેન્દ્રમાંથી ડિસ્ચાર્જ કરવાની માગણી કરી હતી.

બીલબોર્ડ ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ બ્રિટનીની ઇચ્છા વિરુદ્ધ એના પરિવારજનોએ એને એક ક્લીનીકમાંસારવારના બહાને નજર કેદ જેવી સ્થિતિમાં રાખી હોવાની અફવા ફેલાતાં એના ચાહકો ઉશ્કેરાયા હતા અને ક્લીનીક સામે દેખાવો યોજ્યા હતા. બ્રિટનીને તત્કાળ ડિસ્ચાર્જ ઑર્ડર આપવાની તેમણે માગણી કરી હતી.

વેસ્ટ હોલિવૂડ સિટિના હૉલમાં ભેગા થયેલા આ ચાહકો પાસે ફ્રી બ્રિટની અને ધ ટ્રુથ વીલ સેટ હર ફ્રી જેવાં પાટિયાં પણ હતાં. આ લોકોએ મિડિયાને કહ્યું હતું કે અમે અમારી લાડકી ગાયિકા બ્રિટનીને ફ્રી કરવા માટે દેખાવો યોજી રહ્યાં છીએ. બ્રિટનીને એની ઇચ્છા વિરુદ્ધ આ ટ્રીટમેન્ટ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UwKkEM
via Latest Gujarati News

Post a Comment

0 Comments