
લોસ એંજલ્સ તા.24 એપ્રિલ 2019, ગુરુવાર
હોલિવૂડની મોખરાની જોડી જેનિફર લોપેઝ અને ઓવન વિલ્સન એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ મેરી મીમાં સાથે ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
વેરાયટી ડૉટ કોમના એક અહેવાલ મુજબ જ્હૉન રોજર્સ અને તેમી સેઘરે તૈયાર કરેલી સ્ક્રીપ્ટને હાર્પર ડીલે રિરાઇટ કરીને મઠારી હતી. આ વર્ષમાં ગમે ત્યારે આ ફિલ્મ ફ્લોર પર જશે. એની પૂર્વ તૈયારી પૂરી થવામાં છે.
બૉબી ક્રોસ્બી લિખિત નવલકથા પરથી આ ફિલ્મ બની રહી છે. એની સ્ટોરીલાઇન એવી છે કે એક ટોચની પોપ સ્ટાર (લોપેઝ) પોતાના રૉકસ્ટાર મંગેતર જોડે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગ્ન કરવાની તૈયારીમાં છે ત્યાં એને જાણ થાય છે કે એના મંગેતરે એની જ એક સહાયક સાથે લફરું કર્યું હતું.
એ સ્ટેજ પર માનસિક રીતે ભાંગી પડે છે. અંતે એ ઓડિયન્સમાંથી એક સાવ અજનબી એવા યુવાન (વિલ્સન)ને પોતાના જીવન સાથી તરીકે પસંદ કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VqSAug
via Latest Gujarati News
0 Comments