
લોસ એંજલ્સ તા.24 એપ્રિલ 2019, ગુરુવાર
ડિઝનીની આગામી ફિલ્મ ડોલ્ફીન રીફની નેરેટર તરીકે હોલિવૂડની પ્રતિષ્ઠિત અભિનેત્રી નાતાલી પોર્ટમેનને સાઇન કરાઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
ડિઝનીએ શરૃ કરેલી નવી શાખા ડિઝનીનેચર દ્વારા આ ફિલ્મ બનાવાઇ છે. પ્રશંાત મહાસાગરની બોટલનેક ધરાવતી એક ડોલ્ફીનની કથા આ ફિલ્મમાં છે. એ નક્કી નથી કરી શકતી કે એણે યુવાન થવું અને નવી જવાબદારીઓ સ્વીકારવી કે હાલ જે અવસ્થામાં છે એ અવસ્થામાં રહેવું. કીથ શ્કોલે આ ફિલ્મના ડાયરેક્ટર છે.
ડિઝનીનેચરના વાઇસ પ્રેસિડેન્ટ પૉલ બેરીબોલ્ટે મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, આ ફિલ્મ દ્વારા ડિઝની એના દર્શકોને સાવ નવા અને અત્યંત રોમાંચક નયનરમ્ય લોકેશનો પર લઇ જશે. એવોર્ડ વિજેતા ટેક્નિશિયનો આ વાઇલ્ડલાઇફ સાહસને તૈયાર કરી રહ્યા છે. અગાઉ કદી આ લોકેશનો જોવા મળ્યા નથી એથી એનું આકર્ષણ અનેકગણું વધી જાય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gu6DWF
via Latest Gujarati News
0 Comments