શ્રીલંકા: કોલંબોમાં ફરી બોમ્બ બ્લાસ્ટ, મોટરસાયકલમાં મૂક્યો હતો વિસ્ફોટક

કોલંબો, તા. 24 એપ્રિલ 2019 બુધવાર

શ્રીલંકાના કોલંબોમાં સવોય સિનેમા પાસે બુધવારે સવારે વધુ એક બોમ્બ બ્લાસ્ટ થયો. વિસ્ફોટક મોટરસાયકલમાં રાખેલો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી મળી નથી.

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના દિવસે થયેલા આત્મઘાતી હુમલા અને સીરીયલ બ્લાસ્ટમાં મરનારની સંખ્યા 359 થઈ ગઈ છે. પોલીસ પ્રવક્તા રૂવાન ગુનસેકેરાએ જણાવ્યુ કે મોટા પાયે શોધખોળ થઈ અને મંગળવારે કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી. 

ઈસ્લામિક સ્ટેટે દ્વીપ રાષ્ટ્રમાં થયેલા આ ઘાતક હુમલાની જવાબદારી લીધી અને હુમલાને અંજામ આપનાર આત્મઘાતીઓની ઓળખ પણ કરી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IT1xWE
via Latest Gujarati News

Post a Comment

0 Comments