
લોસ એંજલ્સ તા.24 એપ્રિલ 2019, ગુરુવાર
હોલિવૂડનો ટોચના કલાકાર વીલ સ્મિથને મુખ્ય રોલમાં રજૂ કરતી ફિલ્મ જેમિની મેનનું પહેલું ટ્રેલર સોમવારે રિલિઝ કરાયું હતું.
એંગ લી નિર્દેશિત આ ફિલ્મમાં વીલ સ્મિથ ડબલ રોલ કરી રહ્યો હોય એવી છાપ ટ્રેલર જોયા પછી પડી હતી. આ ફિલ્મમાં વીલ સ્મિથ એક હત્યારાનો રોલ કરે છે પરંતુ એને પોતાના જ યુવાન ક્લોનથી ડર લાગે છે. પ્રૌઢ વયનો વીલ સ્મિથ એના યુવાન ક્લોનને કહે છે, પચીસ વર્ષ પહેલાં એ લોકોએ તને મારા વિકલ્પ રૂપે ઘડયો હતો...
આ દ્રશ્ય પરથી એવી છાપ પડે છે કે વીલ સ્મિથ આ ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યો છે. છેલ્લે નેટફ્લીક્સની બ્રાઇટ ફિલ્મમાં દેખાયેલા વીલ સ્મિથે ત્યારબાદ એક વર્ષનો બ્રેક લીધો હતો. હાલ એને એક સુપરહિટ ફિલ્મની તાતી જરૂર છે. જેમિની મેન એ અપેક્ષા પૂરી કરશે કે કેમ એ તો આવનારો સમય કહેશે. એમ તો ફિલ્મ સર્જક એંગ લીને પણ હાલ એક હિટ ફિલ્મની તાતી જરૂર છે. એની છેલ્લે 2016માં રજૂ થયેલી ફિલ્મ બિલી લીનની લોંગ હાફટાઇમ વૉક પણ બોક્સ ઑફિસ પર ફ્લોપ નીવડી હતી.
એમ તો વીલ ડિઝનીની લાઇવ એક્શન વર્ઝન અલ્લાદિન રજૂ થવાની પણ વાટ જોઇ રહ્યો છે જેમાં એણે જેની માટે કંઠ આપ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pqr7DK
via Latest Gujarati News
0 Comments