લો કર લો બાત, હવે શાહરુખ વિલન બનશે


મુંબઇ તા.24 એપ્રિલ 2019, ગુરુવાર

બોલિવૂડના બેતાજ બાદશાહના હુલામણા નામથી જાણીતો મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાન સાઉથની એક આગામી ફિલ્મમાં વિલનનો રોલ કરે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી.

સાઉથના સુપર સ્ટાર મનાતા અભિનેતા વિજયની થલપતિ 63 નામની ફિલ્મમાં શાહરુખ ખાન વિલનનો રોલ કરશે એવો દાવો વિજયના પ્રવક્તાએ કર્યો હતો. 

આ પ્રવક્તાએ એક પોર્ટલને આપેલી માહિતી મુજબ આ રોલ કેમિયો નથી પણ સારો એવો લાંબો રોલ છે. શાહરુખ વિજય સાથે ફાઇટ કરતો હોય એવો લગભગ પંદર મિનિટનો રોલ છે. 

ફિલ્મ સર્જકોએ બોલિવૂડના કેટલાક કલાકારોનાં નામ વિચાર્યાં હતાં. પરંતુ આખરે તેમણે શાહરુખ ખાન પર પસંદગી ઊતારી હતી. તેેમણે શાહરુખનો સંપર્ક સાધતાં કિંગ ખાને આ રોલ માટે હા પાડી હતી.

આ રોલ માટે શાહરુખ પાંચેક દિવસનું શૂટિંગ કરશે. એનું શૂટિંગ મંુબઇમાં કરવું કે ચેન્નાઇમાં એનો નિર્ણય હજુ લેવાયો નથી. એમ તો ઔર એક માહિતી મુજબ શાહરુખ ખાન પોતાના દોસ્ત સલમાન ખાનની દબંગ થ્રીમાં એક કેમિયો કરે એવી શક્યતા હોવાનું પણ જાણવા મળ્યુ ંહતું. આ બંને રોલ અંગે હજુ સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2viDKrd
via Latest Gujarati News

Post a Comment

0 Comments