ડિઓગેનો માલ્યા વિરુદ્ધના ચાર કરોડ ડોલરના કેસની સુનાવણી સમયસર જ થશે


(પીટીઆઇ) લંડન, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર

ભારતમાં પ્રત્યાર્પણના આદેશની વિરુદ્ધ દાખલ કરેલી રિન્યુઅલ અરજીની વચ્ચે વિજય માલ્યાને વધુ એક આંચકો લાગ્યો છે. 

બ્રિટનની દારૃની કંપની ડિએગોએ માલ્યા વિરુદ્ધ દાખલ કરેલા ૪ કરોડ ડોલરના દાવાના કેસની સુનાવણી વિલંબિત કરાવવામાં ભાગેડું ઉદ્યોગપતિ નિષ્ફળ રહ્યાં છે.  ૬૩ વર્ષીય માલ્યાએ ૨૩ મેના રોજ થનારી પૂર્ણ સુનાવણીને મોકૂફ રાખવા માટે કોર્ટમાં અરજી કરી હતી પણ જસ્ટિસ ક્લેર મોલ્ડરે આ અરજીને ફગાવી દીધી છે અને તેમણએ ૩૪૦૦૦ પાઉન્ડનો કાયદાકીય ખર્ચ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. કરારનો ભંગ કરવા બદલ ડિએગો પોતાના ૪ કરોડ ડોલર પાછી માગી રહી છે. ડિએગોએ છ વર્ષ પહેલા માલ્યાની યુનાઇટેડ સ્પિરિટ હસ્તગત કરી લીધી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z6DMQy
via Latest Gujarati News

Post a Comment

0 Comments