ભાજપ નેતાએ ભગવાન રામ, શંકર અને હનુમાનજીને પોતાના ચોકીદાર ગણાવ્યા


(પીટીઆઇ) શાહજહાંનપુર, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

અત્રેના એક ભાજપ નેતાએ ભગવાન રામજી, હનુમાનજી અને શંકર ભગવાનને પોતાના ચોકીદાર ગણાવ્યા છે.

ઉત્તરપ્રદેશના શાહજહાંનપુર જિલ્લામાં યોજાયેલી એક જાહેરસભામાં ભગવાન રામજી, હનુમાનજી અને શંકર ભગવાનને ચોકીદાર ગણાવતા ઉપરોક્ત ભાજપ નેતાનો વીડિયો, સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે.

ઉત્તરપ્રદેશનો મથુરા-વૃંદાવન વિસ્તાર વ્રજભૂમિ તરીકે સુપ્રસિધ્ધ છે. આ વિસ્તાર વ્રજપ્રાંતના ભાજપ એકમના પૂર્વ સંયોજક મનોજ કશ્યપ, તાજેતરમાં યોજાયેલી યુવા કાર્યકરોની બેઠકમાં સૂત્રો પોકારતા જણાયા હતા.

વીડિયોમાં જોવા મળ્યા મુજબ કશ્યપ સૂત્રો પોકારી રહ્યા છે કે 'મેરા રામ', જેના પ્રતિભાવમાં લોકો 'ચોકીદાર' શબ્દ બોલે છે. એ જ પ્રમાણે, કશ્યપ દ્વારા ઉચ્ચારાયેલા 'મેરા શંકર' તેમજ 'મેરા હનુમાન' સૂત્રોના જવાબરૃપે પણ લોકોએ 'ચોકીદાર' શબ્દના ઉચ્ચારણો કર્યા હતા.

ભાજપે શાહજહાંનપુર બેઠક માટે કશ્યપને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. વીડિયોમાં ઉત્તરપ્રદેશના સિંચાઇ પ્રધાન ધર્મપાલસિંઘ અને ભાજપ ઉમેદવાર અરૃણ સાગર પણ મંચ પર બેઠેલા જણાયા છે. મુખ્ય વિકાસ અધિકારી મહેન્દ્ર સિંઘ તનવરે આ ઘટના વિષે પોતે અજાણ હોવાનું જણાવીને ઉમેર્યું કે યોગ્ય તપાસ પછી કાર્યવાહી થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uSpqFQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments