ધર્મ, જાતિના નામે મત માગનારાઓ વિરૂધ્ધ આકરા પગલા લેવાશે : ચૂંટણી પંચ


નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

વિપક્ષ ચૂંટણી પંચ પર કાર્યવાહી માટે દબાણ કરી રહ્યું છે, આ સ્થિતિ વચ્ચે ચૂંટણી પંચે હવે રાજનેતાઓને પ્રચાર દરમિયાન સાવધાની રાખવા કહ્યું છે નહી તો આકરા પગલા લેવામાં આવશે તેવી ચેતવણી આપી છે.

 ચૂંટણી પંચે નવી ગાઇડલાઇન જારી કરીને જણાવ્યું છે કે કોઇ પણ નેતા કોઇ ધર્મ, જાતીની આડમાં મતની માગણી નહીં કરે કે મતદારોને આકર્ષવાનો પ્રયાસ નહીં કરે. ભાષણોમાં જાતી અને ધર્મના નામે વૈમનસ્ય ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નેતા, ઉમેદવાર કે કાર્યકર્તા વ્યક્તિગત જીવનની બાબતોને ચૂંટણીમાં નહીં લાવી શકે.  વિપક્ષી નેતા, કાર્યકર્તા કે પરિજનો વિરુદ્ધ નિમ્નકક્ષાના આરોપો નહીં લગાવી શકાય.

ચૂંટણી સભા, એકઠા થવા માટે કોઇ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, સમાધી કે દરગાહનો ઉપયોગ નહીં કરી શકાય. કોઇ પણ રુપે સૈન્ય, અર્ધસૈન્ય દળ સાથે સંકળાયેલા પ્રતીકો, નારા કે તસવીર અને વીડિયોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય. આ પહેલા પણ ચૂંટણી પંચ આ પ્રકારની અનેક ચેતવણીઓ જારી કરી ચુક્યું છે જોકે તેમ છતા ખુલ્લેઆમ અનેક વખત આચાર સંહિતાનો ભંગ થઇ રહ્યો હોવાની ફરિયાદો વધી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uy30rR
via Latest Gujarati News

Post a Comment

0 Comments