પ્રજાને લાગશે કે સરકારે સારૂં કામ નથી કર્યું તો સત્તા અન્ય પક્ષોને સોંપશે: ગડકરી


નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

આગામી ગુરૃવારથી શરૃ થતી લોકસભાની ચૂંટણી પહેંલા કેન્દ્રની મંત્રી નીતિન ગડકરીએ મતદારોને સાફ વાત કરીને તેમને કામ કરનાર પ્રતિનીધીને જ મત આપવા સલાહ આપી હતી.નાગપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર ગડકરીએ કહ્યું હતું કે  લોકોએ કોઇપણ સરકારે પાંચ વર્ષમાં કેવી કામગીરી કરી તેના આધારે સરકાર અંગે નિર્ણય કરવો જોઇએ.

'આ વખતે અમારી કામગીરીની કસૌટી થશે. શાસક પક્ષની કસૌટી પાંચ વર્ષના તેના કાર્યના આધારે થવી જોઇએ. લોકોને લાગે કે અમે સારી કામગીરી કરી નથી તો લોકો અન્ય પક્ષોને તક આપશે.  વડા પ્રધાન મોદી ઉદ્યોગોથી લઇ કૃષિ જેવા વિવિધ ક્ષેત્રો માટે બનાવેલા કાર્યક્રમો અને એનડીએની પોલીસીની તાકાત પર ફરીથી સરકાર બનાવવા પ્રયાસ કરે છે.

'મેં ક્યારે પણ સગાવાદ કે જાતીવાદના આધારે રાજકારણ કર્યું નથી. હું ઘણી વખતે લોકોને મજાકમાં કહું છુ ંકે 'યે તો ટ્રેલર છે, પિકચર અભી બાકી હૈ દોસ્ત'.એમ વિરોધ પક્ષ અને શાસક પક્ષમાં એક સરખું માન ધરાવતા નેતાએ કહ્યું હતું.  તેમને કોંગ્રેસ સહિત કેટલાક બિન ભાજપ પક્ષોના ચૂંટણીમાં મારી સફળતાનાં ફોન આવતા હતા, કારણ કે 'મેં કોઇપણ જાતના ભેદભાવ કે જાતીના આધાર વગર તમામના માટે કામ કર્યું હતું'એમ તેમણે કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KcSZw5
via Latest Gujarati News

Post a Comment

0 Comments