
(પીટીઆઈ) પં.બંગાળ,/અરામબાગ/ ખાનાકુલ, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ આક્ષેપ કર્યો છે કે મતદાન મથકોની અંદર ગેરકાયદે બેસીને મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવાનું જણાવી રહેલા કેન્દ્રીય દળો પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે કામ કરી રહ્યાં છે.
એમણે દાવો કર્યો છે કે ભાજપને મદદકર્તા નીવડે એ માટે મતદાન પ્રક્રિયાને ત્રણ માસ સુધી લંબાવવામાં આવી છે.
એમણે પશ્ચિમ બંગાળના માલદાહા દક્ષિણ અને બાલુરઘાટ સંસદીય મતવિસ્તારોમાં કેન્દ્રીય દળોને ગેરકાયદે સક્રિયતા જોવા મળી હોવાનો આક્ષેપ કર્યો છે. અહી આજે મતદાન થયું છે.
બેનરજીએ કહ્યું કે ચૂંટણી પંચને બનાવની જાણ કરાઈ છે. પશ્ચિમ બંગાળના ઈંગ્લિશ બાઝાર મતવિસ્તારમાં પણ આવી ઘટના બની છે, એમ એમણે કહ્યું.
એમણે કહ્યું કે માલદાહ દક્ષિણ સંસદીય મતવિસ્તારમાં બૂથ નંબર-૧૬૬ અને ૧૬૭ ખાતે કેન્દ્રીય દળો બૂથની અંદર બેઠા હતા અને મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવા જણાવી રહ્યા હતા.
કેન્દ્રીય દળો આવું શા માટે કરી રહ્યા છે! તેઓ પ્રીસાઇડિંગ ઓફિસરની પરવાનગી વિના મતદાન કેન્દ્રમાં દાખલ થઇ શકે નહિં. એ એમની ફરજનો ભાગ નથી. ત્ત્ ઇતાહાર ખાતેના એક બૂથમાં ગોઠવાયેલા કેન્દ્રીય દળો કતારમાં ઊભા રહેલા મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે જણાવી રહ્યા હતા. એવો આક્ષેપ મમતા બેનરજીએ કર્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને કેન્દ્રીય દળોને અનુરોધ કર્યો કે કેન્દ્રમાં ફરી નરેન્દ્ર મોદી સરકાર આવે એમ આશા નહિ હોવાથી ભાજપના નેતાઓની સૂચના માનવી નહિ મહેરબાની કરીને પોલીસ તરીકેની ફરજ બજાવો.. ભાજપ તરફ ધ્યાન આપશો નહિ... સામાન્ય લોકો માટે કામ કરો. તમે અમારાં મિત્ર છો, આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર બનશે ત્યારે તમારે અમારી સાથે કામ કરવું પડશે... મોદી હવે સત્તાસ્થાને રહેશે નહિ, એમ એમણે ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7oqtu
via Latest Gujarati News
0 Comments