પટવા ટોલી ગામે ૨૫ વર્ષમાં ૩૦૦ આઇ ટી ક્ષેત્રના એન્જિનિયરો આપ્યા છે


કથડતી જતી શિક્ષણ વ્યવસ્થા માટે વગોવાતા બિહાર રાજયમાં પટવા ટોલી નામનું ગામ આઇટી હબ બની ગયું છે. એટલું જ નહી આ ગામે અત્યાર સુધી છેલ્લા ૨૫ વર્ષમાં ૩૦૦ થી વધુ આઇ ટી ક્ષેત્રના એન્જિનિયરો આપ્યા છે. ગયા જિલ્લામાં ૯ હજારની વસ્તી ધરાવતું પટવા ટોલી ગામ ભલે સાધારણ સુવિધાઓ ધરાવતું હોય પરંતુ તેજસ્વી યુવાનોના લીધે દેશમાં પ્રખ્યાત બન્યું છે. ગ્રામીણ યુવાનો ધારે તો એક બીજાને મદદ કરીને શીખવીને ઘણી પ્રગતિ કરી શકે છે તેનો દાખલો બેસાડયો છે.

૧૯૯૨માં પહેલીવાર પટવા ટેલી ગામમાં વણાટકામ કરતા જીતેન્દ્રસિંહ નામના યુવાને પ્રથમ વાર મુંબઇ આઇઆઇટીમાં એડમિશન મેળવ્યું હતું. ત્યારબાદ આ યુવાન ગામના યુવકો માટે રોલ મોડેલ બની ગયો હતો.તેના માંથી અનેક બાળકોએ પ્રેરણા લઇને પરીક્ષાની તૈયારી કરીને સફળતા મેળવી છે આ સિલસિલો આજે પણ યથાવત છે.આઇઆઇટીમાં સ્ટડી કરીને આ ગામના અનેક યુવાનો મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે.

જીતેન્દ્રસિંહ અને અન્ય સકસેસ યુવાનોએ નોકરી મેળવી હોવા છતાં ગામને ભૂલ્યા નથી.તેઓ એન્જિનિયરિંગ ક્ષેત્રામાં આગળ આવવા પ્રયત્નશીલ એવા ગામના અનેક યુવાનોને સ્ટડી મટેરિયલથી માંડીને બધીજ મદદ કરે છે. એકઝામની કેવી રીતે તૈયાર કરવી તેની ટિપ્સ પણ આપે છે. આ ગામ પાસે એન્જિનિયરિંગ ક્ષેત્રના યુવાનોએ એક ગૃપ ઉભું કર્યું છે જે હંમેશા ગામના યુવાનોના ટચમાં રહે છે. ગામની નવી પેઢીને પરંપરાગત કામ છોડીને શિક્ષણની નવી દુનિયાનો પરીચય કરાવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GsYGB5
via Latest Gujarati News

Post a Comment

0 Comments