ભાજપે દેશના લોકો સાથે દગો કર્યો છેઃ વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો પ્રચાર


નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ અને પોતાના ભાઈ રાહુલ ગાંધી માટે વાયનાડમાં સભાને સંબોધન કર્યુ હતુ.

પ્રિયંકાએ કહ્યુ હતુ કે, ભાજપ માનવા માંડી છે કે, સત્તા તેમની પાસે જ રહેશે.જેનો પહેલો સંકેત ત્યારે મળ્યો હતો જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પછી દરેકના ખાતામાં 15 લાખ રુપિયા જમા કરવાના વચનને એક જુમલો કહ્યો હતો.પાંચ વર્ષ પહેલા ભાજપ પૂર્ણ બહુમતિ સાથે સત્તા પર આવી હતી.લોકોએ તેમનામાં વિશ્વાસ મુક્યો હતો પણ સત્તા પર આવ્યા બાદ તેમણે દેશના લોકો સાથે દગો કર્યો છે.

પ્રિયંકા  ગાંધીએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ વ્યક્તિગત હુમલાઓનો સામનો કર્યો છે.રાહુલ ગાંધી મારાથી 2 વર્ષ મોટા છે,તેઓ 14 વર્ષના હતા ત્યારે  ઈંદીરા ગાંધીની હત્યા કરાઈ હતી અને સાત વર્ષ પછી તેઓ વિદેશમાં ભણી રહ્યા હતા ત્યારે પિતાની હત્યા કરાઈ હતી.સંકટના આ સમયમાં પણ રાહુલે કહ્યુ હતુ કે, મારા દિલમાં કોઈના માટે ગુસ્સો નથી.પિતાની હત્યા પછી રાહુલ ગાંધીએ પોતાને મજબૂત કરવા માટે મહેનત કરીને અભ્યાસ કર્યો હતો અને 2004માં અમેઠીમાંથી ચૂંટણી લડી હતી.સંગઠનને મજબૂત કરવા કાર્ય કર્યુ હતુ.અમેઠીમાં મહિલાઓ માટે એક સ્વયં સહાયતા ગ્રુપ શરુ કર્યુ હતુ.આજે 10 લાખ લોકોને તેનો લાભ મળે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UKgnpO
via Latest Gujarati News

Post a Comment

0 Comments