બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ કોંગ્રેસના નેતાઓની આંખમાં આંસુ કેમ હતા? પીએમ મોદી


નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર

સાધ્વી પ્રજ્ઞાને લોકસભાના ઉમેદવાર બનાવવા પર વિરોધ કરનાર કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પર પીએમ મોદીએ પ્રહારો કર્યા છે.

પીએમ મોદીએ બિહારની એક સભામાં કહ્યુ હતુ કે,દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયુ ત્યારે તેના પર સવાલ ઉઠાવીને શું કોંગ્રેસે શહીદ પોલીસ અધિકારીનુ અપમાન નહોતુ કર્યુ ?મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસના લોકો પાકિસ્તાન પર કાર્યવાહી કરવાની જગ્યાએ હિન્દુઓને આતંકવાદ સાથે જોડી રહ્યા હતા.

તેમણે કહ્યુ હતુ કે, બાટલા હાઉસમાં જ્યારે પોલીસ ખાતાના જાંબાઝોએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી ત્યારે ખુશ થવાની જગ્યાએ કોંગ્રેસના મોટા મોટા નેતાઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.શું તે શહીદોનુ અપમાન નહોતુ?

સાધ્વી પ્રજ્ઞાએ મુંબઈ હુમલાના શહીદ પોલીસ અધિકારી હેમંત કરકરે અંગે આપેલા નિવેદન બાદ કોંગ્રેસે સાધ્વી પ્રજ્ઞા પર શહીદોનુ અપમાન કરવાનો આરોપ મુક્યો હતો.પીએમ મોદીએ બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરીને તેનો જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે, જે લોકો એરસ્ટ્રાઈક પર પૂરાવા માંગતા હતા તેમના મોઢા આજે પી ગયા છે.બે તબક્કાના મતદાનમાં જ તેમને હવે ચિંતા થવા માંડી છે કે, સંસદમાં પહોંચીશું કે નહી.હું પડકાર ફેકુ છું કે ચૂંટણી પ્રચાર દરમિયાન એર સ્ટ્રાઈક અંગે સવાલ ઉઠાવીને બતાવે.

તેમણે મતદારોને ક્હયુ હતુ કે, કોઈ પણ ધર્મ અને જાતિના પહેલા આપણે ભારતીય છે.મા ભારતની ઈમાનદારીથી સેવા કરી છે. સત્તા માત્ર પરિવારના વિકાસ માટેનુ સાધન બને છે ત્યારે ભાગલા પડે છે અને બિહારમાં તે ધેખાઈ રહ્યુ છે.મુંબઈ હુમલા બાદ કોંગ્રેસે સેનાને ખુલ્લી છુટ આપી નહોતી.કારણકે તેમને વોટબેન્કની રાજનીતિ કરવી હતી.કોંગ્રસેના નેતાઓએ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની જગ્યાએ હિંદુઓને આતંકવાદ સાથે જોડી દીધા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VdBUq6
via Latest Gujarati News

Post a Comment

0 Comments