
નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર
આઝમગઢમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર જયાપ્રદા પર સપાના નેતા અને હરિફ ઉમેદવાર આઝમખાને અભદ્ર ટિપ્પણી કરી હતી.
જેનો જવાબ આપતા જયાપ્રદાએ બસપા અધ્યક્ષ માયાવતીને સાવધ રહેવા માટે કહ્યુ છે.જયાપ્રદાએ કહ્યુ છે કે, મારા કપડા પર ટિપ્પણી કરનાર આઝમખાનની આંખો એક્સરે જેવી છે.તેઓ તમારા પર(માયાવતી) ક્યાં કયાં નજર નાંખીને જોશે તે મને ખબર નથી.
જયાપ્રદાએ એક સભામાં કહ્યુ હતુ કે, આઝમખાન મારા પર ટિપ્પણી કરે છે, હુમલો કરે છે અને મારા અશ્લીલ ફોટા વાયરલ કરવા તૈયાર થઈ જાય તે તો માયાવતીજીએ સમજી વિચારીને તેમનો પ્રચાર કરવો જોઈએ.
જયાપ્રદાએ વધુમાં કહ્યુ હતુ કે, એક ભાઈ બહેનને જોઈને કહે છે કે, તું કેવા કપડા પહેરે છે અને અંદર શું પહેરે છે અને કેવા રંગના કપડા પહેરે છે.મારે તમને વધારે કહેવાની જરુર નથી.એક બહેન તમને (આઝમખાન)ને ભાઈ માને છે અને તેના માટે તમે અભદ્ર ભાષા વાપરો છે.આ બહેનના લોહીના આંસુ તમારા માટે અભિશાપ બનશે.હું તમને ચેલેન્જ આપી રહી છું, હું રામપુર છોડીને નહી જઉં અને અહીંયા રહીને જ તમને પાઠ ભણાવીશ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KROHe5
via Latest Gujarati News
0 Comments