
નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર
ઈન્ડિયન પ્રિમિયર લીગમાં આંદ્રે રસેલની વિસ્ફટોક બેટિંગથી સૌ કોઈ હેરાન છે.ક્રિકેટ ચાહકો રસેલના દિવાના થઈ ગયા છે.
ક્રિકેટ જગતમાં એક એક થી ચઢિયાતા બેટ્સમેનો ચાહકોએ જોયા છે પણ રસેલ જેવી બેટિંગ કદાચ ચાહકોએ ક્યારેય જોઈ નથી.રસેલ જેટલી તાકાતથી બોલને ફટકારનાર બેટ્સમેન ક્રિકેટમાં જગતમાં કોઈ નથી.ગઈકાલે પણ રસેલે બેંગ્લોર સામે 25 બોલમાં 65 રનની તોફાની બેટિંગ કરીને બેંગ્લોરના બોલરોને નાસીપાસ કરી દીધા હતા.
કોલકાતાના ચાહકો પર રસેલનો જાદુ માથે ચઢીને બોલી રહ્યો છે.65 રનની ઈનિંગમાં 9 સિક્સર ફટકારનાર રસેલની બેટિંગ જોઈને એક ચાહકે તો તેના ડીએનએ ટેસ્ટની માંગ કરતુ પોસ્ટર દર્શાવ્યુ હતુ.જેના પર લખ્યુ હતુ કે, રસેલ માનવ છે કે એલિયન તે ચેક કરવા તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે.
ક્રિકેટ ચાહકની આ પોસ્ટર સાથેની તસવીર રસેલને એ હદે પસંદ આવી હતી કે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી હતી.
આઈપીએલમાં આ વખતે સૌથી વધારે 39 સિક્સર ફટકારવાનો રેકોર્ડ રસેલના નામે છે.તે કોલકાતા માટે 100 સિક્સર ફટકારનાર પહેલો ખેલાડી બની ગયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KMBJhw
via Latest Gujarati News
0 Comments