નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019 શનિવાર
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શનિવારે તેલંગાણા, હૈદરાબાદ અને મહારાષ્ટ્રના વર્ધામાં ISIS મૉડ્યુલ હોવાના શંકાના આધારે દરોડા પાડ્યા છે. NIAએ હૈદરાબાદમાં ત્રણ અલગ-અલગ ઠેકાણા પર દરોડા પાડ્યા છે. આ સિવાય એજન્સી મહારાષ્ટ્રના વર્ધામાં પણ ISIS મૉડ્યુલ મામલે દરોડા પાડી રહી છે.
લગભગ બે મહિના પહેલા NIAએ ISIS મૉડ્યુલ સાથે જોડાયેલા આતંકી સંગઠનમાં કામ કરનાર હૈદરાબાદના બે શંકાસ્પદ વ્યક્તિ વિરુદ્ધ એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ ગત કેટલાક મહિનામાં મોટા પાયે દરોડા પાડ્યા છે.
સૂત્રો અનુસાર તપાસ એજન્સીને હૈદરાબાદમાં રહેલા એક નવા શખ્સના નામની જાણકારી મળી હતી. આ વ્યક્તિનો હૈદરાબાદથી અબૂ ધાબીમાં અબ્દુલ બાસિત અને કાદિરનો સંપર્ક હોવાની શંકા છે.
NIAના આ દરોડા શનિવાર સવારથી મૈલરદેવપલ્લી, બાંદલાગુદા અને ફલકનુમામાં ચાલી રહ્યા છે. NIAએ નવી દિલ્હી કોર્ટમાં બાસિત અને કાદિર વિરુદ્ધ ફેબ્રુઆરી મહિનામાં ચાર્જશીટ દાખલ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2URpG7u
via Latest Gujarati News
0 Comments