
નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર
ચૂંટણી પંચની લાલ આંખ અને પ્રચાર કરવા પર બેન મુકવા સુધીની કાર્યવાહી પછી પણ નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે.
આ યાદીમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાનુ નામ પણ જોડાઈ ગયુ છે.ગણપત વસાવાએ નર્મદા જિલ્લામાં યોજાયેલી એક સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સરખામણી ગલૂડિયા સાથે કરી નાંખી હતી.
ગણપત વસાવાએ ચૂંટણી પ્રચારના ઉન્માદમાં કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી સિંહ છે અને રાહુલ ગાંધી જો ખુરશીમાંથી ઉભો થાય તો એવુ લાગે કે જાણે કુતરાનુ ગલૂડિયુ ઉભુ થયુ છે.જેને પાકિસ્તાન કે ચીન એક રોટલી નાંખે તો પણ ચાલે.
ગણપત વસાવાએ આવુ નિવેદન પહેલી વખત નથી આપ્યુ.અગાઉ તેમણે ભાજપના એક કાર્યક્રમમાં બારડોલીમાં કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી જો એમ કહેતા હોય કે તે શિવજીના અવતાર છે તો કોંગ્રેસેના કાર્યકરોએ તેમને ઝેર પીવા આપવુ જોઈએ.બચી જાય તો માનીશું કે તેઓ શિવનો અવતાર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GxCmaJ
via Latest Gujarati News
0 Comments