જયાપ્રદા બાદ આઝમખાન રડ્યા, કહ્યું કે મારી સાથે તંત્રનો આતંકવાદી જેવો વર્તાવ


નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર

જયાપ્રદાના કપડા પર અત્યંત અભદ્ર ટિપ્પણી કરીને વિવાદ સર્જનાર આઝમખાન એક જાહેર સભાને સંબોધતા રડી પડ્યા હતા.

સપા નેતા આઝમખાન અને ભાજપ ઉમેદવાર જયાપ્રદા લોકસભાની ચૂંટણીમાં આમને સામને છે ત્યારે આઝમખાને પ્રચાર દરમિયાન કહ્યુ હતુ કે, મારી સાથે એવો વર્તાવ થઈ રહ્યો છે કે જાણે હું દેશદ્રોહી અને દુનિયાનો સૌથી મોટો આતંકવાદી હોઉં.જો તંત્રનુ ચાલે તો મને ખુલ્લેઆમ ગોળી મારી દે.

તેમણે કહ્યુ હતુ કે, મારા પર 3 દિવસનો પ્રતિબંધ મુકીને ચૂંટણી આયોગે મને બાંધી દીધો હતો.રામપુરને પોલીસ છાવણીમાં ફેરવી નંખાયુ છે.આ કયા પ્રકારની લોકશાહી છે તે જ ખબર નથી પડતી.લોકોમાં  ભયની લાગણી છે.મારા સમર્થકોના ઘરના તાળા તોડવામાં આવ્યા છે અને તેમના પરિવારની મહિલાઓ સાથે ગેરવર્તન કરાયુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IEBsuu
via Latest Gujarati News

Post a Comment

0 Comments