
નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધતા ફરી એક વખત પીએમ મોદીને નિશાન બનાવ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ચોકીદારે બિહારના યુવાઓે બદનામ કર્યા છે.બિહારના યુવાઓ આખા દેશમાં ચોકીદાર તરીકે કામ કરે છે.અહીંથી જે ચોકીદાર બનીને જાય છે તે ઈમાનદાર હોય છે પણ મોદી તો માલ્યા અને નિરવ મોદીના ચોકીદાર છે.હવે જ્યારે ચોકીદારને સચ્ચાઈ દેખાઈ રહી છે તો તે ગભરાઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મોદીએ અનિલ અંબાણીને 30000 કરોડ રુપિયા આપ્યા, પીએમ મોદી જ્યારે ચોરોને પૈસા આપી શેક છે તો ગરીબોને કેમ નહી, રાફેલ મામલાની તપાસ થશે અને એ પછી અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદીને સજા પણ થશે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે દેશની જનતા હવે ચોકીદારને ડ્યુટી પરથી હટાવવાની છે.દેશમાં કરોડો યુવાઓ નોકરી વગરના છે અને મોદી દેશને આગળ વધારવાની વાત કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XzK7Tl
via Latest Gujarati News
0 Comments